ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 13 જુલાઈ 2021 (13:48 IST)

પિતાની પુત્રીને અનોખી ભેટ, લગ્ન બાદ વિદેશ જઇ રહેલી પુત્રી સાથે 15 દિવસ બાઇક રાઇડ પર નિકળ્યા

અમદાવાદના એક પિતાએ પુત્રીને લગ્ન પહેલાં એવી ભેટ આપી છે, જેની ઇચ્છા દરેક પુત્રીના મનમાં હોય છે. પરંતુ તે શબ્દોમાં પરોવી શકતી નથી. તે છે પિતા દ્વારા તેને આપવામાં આવેલો સમય. એટલા માટે ગુજરાતના વેપારી પ્રકાશ પટેલે પુત્રી પ્રિયલ પટેલ સાથે એક પખવાડિયા માટે બાઇક પર ફરવાનું પ્લાનિંગ કર્યું. 
આ દરમિયાન તે પુત્રી પ્રિયલ સાથે સોનમર્ગ, લેહ, મનાલી સહિત 1784 કિમી બાઇક પર જ ફર્યા. પ્રિયલ લગ્ન બાદ ઓસ્ટ્રેલિયામાં જ વસવાટ કરશે. એટલા માટે પ્રકાશભાઇએ આ યાદગાર સફરની યોજના બનાવી. પ્રિયલ પોતે પિતા સાથે વિતાવેલા સફરને મહત્વપૂર્ણ ગણાવી રહી છે. તેમણે જણાવ્યું કે આ રાઇડ મારા માટે જિંદગીના અનમોલ પલની માફક છે. 
 
આ ગાડી, બંગ્લા અને ઝવેરાત કરતાં વધુ કિંમતી છે. એવું લાગે છે કે હું આ સફરમાં ફરીથી બાળપણ જીવીશ. જ્યારે નાની હતી ત્યારે પિતાજીને ચોંટી જતી હતી. તેના ખભા ઉપર ચડી જતી હતી. હું બાઇક પર ઉભી રહેતી હતી. તે નાની નાની પળોને ફરીથી અનુભવીશ. 
મારું માનવું છે કે દરે પિતા-પુત્રીએ આ પ્રકારે સ્ટ્રોન્ગ ક્વોલિટી ટાઇમ પસાર કરવો જોઇએ. પપ્પાએ હાલમાં મને જીવનનો અંદાજ છે. તેમણે બાળપણમાં કોઇ મુશ્કેલી પડવા દીધી નથી, પરંતુ ટ્રિપમાં એ પણ જણાવ્યું કે પરેશાની આવતાં સામનો કેવી રીતે કરવો. ભાવુક થઇને માતાની માફક તેમણે ઘણી ટિપ્સ શેર કરી, જે મારા અંતરઆત્મામાં આજીવન રહેશે. 
 
પ્રકાશભાઇએ જણાવ્યું કે પુત્રી પ્રિયલના છ મહિનામાં લગ્ન થઇ જશે. એટલા માટે તેની સાથે સ્ટ્રોન્ગ ક્વોલિટી ટાઇમ પસાર કરવા માંગતો હતો. એટલા માટે પત્ની અને નાપુત્રીને આ બાઇક જર્નીમાં સાથે ન લીધી. આમ કરત તો પરિવારના મુખિયા હોવાના નાતે મારુ ફોકસ પ્રિયલથી હટીને આખા પરિવાર પર રહેતું. હું આ સમય ફક્ત પ્રિયલને આપવા માંગતો હતો. બાઇક પર સફર દરમિયાન મેં મારી જીંદગીની કેટલીક અનકહી વાતો શેર કરી. આ ઉપરાંત તેને અનુભવ આધારિત જીંદગીનું મહત્વ સમજાયું.