શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 12 જુલાઈ 2021 (13:48 IST)

શાંતિપૂર્ણ રીતે રથયાત્રાપૂર્ણ થતાં મુખ્યમંત્રીએ તંત્રનો માન્યો આભાર

જનતા જનાર્દને કોવિડ સંક્રમણ નિયંત્રણ પ્રોટોકોલ પાલન સાથે નીકળેલી રથયાત્રામાં આપેલા સહયોગ માટે મુખ્યમંત્રીએ આભાર વ્યકત કર્યો હતો. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૪મી જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં પૂર્ણ થવા અંગે પોલીસતંત્ર અને વહિવટી તંત્ર તેમજ મહાનગરપાલિકા તંત્રને અભિનંદન પાઠવી તેમની કાર્યપદ્ધતિને બિરદાવી છે. 
 
મુખ્યમંત્રીએ આ વર્ષની જગન્નાથ રથયાત્રા કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇનના પાલન સાથે ભકતો-શ્રદ્ધાળુઓની આસ્થાનો ખ્યાલ રાખીને નિયંત્રીતપણે યોજવામાં આવી હતી તેનો ઉલ્લેખ કરતાં નગરજનોનો પણ આ રથયાત્રા સફળતાપૂર્વક પાર પાડવામાં જે સહયોગ મળ્યો છે તેનો પણ આભાર વ્યકત કર્યો છે.
 
તેમણે આ રથયાત્રામાં સહકાર આપવા માટે જગન્નાથ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ, મહંત દિલીપદાસજી મહારાજનો પણ આભાર માન્યો છે.