મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 જુલાઈ 2021 (13:48 IST)

વેક્સીનેશન સેન્ટર પર ભાજપના કોર્પોરેટરનો હંગામો, કર્મચારીઓને ધમકાવ્યા તો તે સેંટર બંધ કરીને જતા રહ્યા

પાંડેસરના ભીડભંજન સ્થિત સુમન હાઇસ્કૂલ-14 ના વેક્સીનેશન સેન્ટર પર ભાજપના કોર્પોરેટરે મહિલા કર્મચારીઓની સાથે અભદ્રતા કરી હતી. તેનાથી કર્મચારીઓ સેન્ટર જ બંધ કરીને જતા રહ્યા હતા. 40 લોકો રસી લગાવ્યા વિના પરત ફર્યા હતા. મનપા અધિકારીએ કહ્યું કે વોર્ડ નંબર 29ના કોર્પોરેટર વંશુ યાદવ સેન્ટર પર સોમવારે બપોરે 2 વાગે પહોંચ્યા અને પોતાના લોકોને ટોકન આપવા માટે દબાણ કરવા લાગ્યા. 
 
જ્યારે મહિલા કર્મચારીઓને મનાવી લીધા તો તેમની સાથે ઝઘડી પડ્યા. તે કહેવા લાગ્યા કે તમે ઘણા લોકોને ટોકન આપો છો અને કોઇને નહી. એક જ નંબરના ટોકન ઘણા લોકોને આપી રહ્યા છો. આ ધાંધલી ચાલી રહી છે. કર્મચારીઓએ જણાવ્યું કે તેમણે મહિલા કર્મચારીઓને પણ અપશબ્દો કહ્યા. બોર્દની પૂરક પરીક્ષા યોજાવવાની છે, એટલા માટે આ સેન્ટર બંધ કરી બમરોલી હેલ્થ સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યું છે. 
 
વોર્ડનંબર 29ના ભાજપના કોર્પોરેટર વંશુ યાદવે જણાવ્યું હતું કે મને સૂચના મળી હતી કે ભીડભંજનના વેક્સીનેશન સેન્ટર પર ટોકન વિતરણમાં ગરબડ થઇ રહી છે. સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ એક જ નંબરના ટોકનના ઘણા લોકોને આપી રહ્યા હતા. તેનાથી સ્થાનિક લોકોને વેક્સીન મળી રહી નથી. તેની ફરિયાદ મળતાં જ હું વેક્સીનેશન સેન્ટર પર ગયો હતો, આ મારું કામ છે. ત્યારબાદ ત્યાં શું થયું તેના વિશે મને જાણકારી નથી.  
 
સુમન હાઇસ્કૂલના પ્રિંસિપાલ પ્રારંભી ખત્રીએ જણાવ્યું હતું કે સ્કૂલમાં 15 જુલાઇથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે. તેની તૈયારી માટે મહાનગર પાલિકાને આગ્રહ કરવામાં આવ્યો હતો કે સ્કૂલમાંથી વેક્સિનેશન સેન્ટર હટાવવામાં આવે. આજે અહીં વેક્સીનેશન નહી થાય.  
 
મનપાના આસિસ્ટન્ટ કમિશ્નર જગદીશ પટેલે જણાવ્યું હતું કે કોર્પોરેટર પોતાના લોકોને અલગથી ટોકન માંગી રહ્યા હતા. વેક્સીન ઓછી હોવાની વાત કહીને ટોકન આપવાની ના પાડી દીધી. વિવાદ થતાં કર્મચારીઓ સેન્ટર બંધ કરીને જતા રહ્યા હતા. ફરીથી લોકોને વેક્સીન આપવામાં આવી. આ સેન્ટરને બમરોલી હેલ્થ સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યું છે.