સંબંધિત સમાચાર
- બેદરકરીથી જ આવી હતી બીજી લહેર IMA એ ઉત્તરાખંડથી કરી કાંવડ યાત્રા પર રોક લગાવવાની માંગણી
- વેક્સીનેશન સેન્ટર પર ભાજપના કોર્પોરેટરનો હંગામો, કર્મચારીઓને ધમકાવ્યા તો તે સેંટર બંધ કરીને જતા રહ્યા
- ધો.12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષાની તારીખ જાહેર
- પિતાની પુત્રીને અનોખી ભેટ, લગ્ન બાદ વિદેશ જઇ રહેલી પુત્રી સાથે 15 દિવસ બાઇક રાઇડ પર નિકળ્યા
- રથયાત્રા વચ્ચે અમદાવાદમાં 25420 લોકોએ વેકસીન લીધી
કાલોલ GIDCમાં કંપનીમાં લાગી ભીષણ આગ
પંચમહાલ જિલ્લાની કાલોલ GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. અને આગ લાગ્યા બાદ ધડાકા થતાં કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઇ હતી અને આગના ધૂમાડા 4થી 5 કિ.મી. દૂર સુધી જોવા મળ્યા હતા. જોકે, સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહોતી.
આગના ઘૂમાડા કાલોલ બસ સ્ટેન્ડ સુધી જોવા મળ્યા
કાલોલ GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં વિકરાળ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ઘૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. કાલોલ બસ સ્ટેન્ડ સુધી આગના ઘૂમાડા જોવા મળ્યા હતા. આગ લાગ્યા બાદ કંપનીમાં ધડાકા પણ થયા હતા. જેને પગલે કાલોલ નગરપાલિકા અને હાલોલ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી ગઇ હતી અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ઔદ્યોગિક વસાહતોમાં અવારનવાર આગની ઘટનાઓ બને છે
આગમાં પ્લાસ્ટીક અને ડનલોપ સહિતની વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં કાલોલ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. કાલોલ સહિત પંચમહાલ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં અવારનવાર આગની ઘટનાઓ બનતી રહે છે.
