રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 9 ઑક્ટોબર 2024 (17:35 IST)

Surat Gang Rape- સુરતમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ, 2 આરોપી ઓળખ થઈ

surat minor rape
surat minor girl gang rape: સુરતમાં માતાજીનો પર્વ  નવરાત્રી દરમિયાન એક વાર ફરીથી વડોદરાના ભાયલીની જેમ જ સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. અહીં  નરાધમોએ 17 વર્ષની સગીર સાથે  વડોદરાવાળી પેટર્નમાં સામૂહિક દુષ્કર્મ આચર્યું છે. દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાના મિત્રએ ગ્રામજનોને જાણ કરતાં સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હજુ સુધી એક પણ આરોપીની અટકાયત કરવામાં આવી નથી. 
 
આ ઘટનાના થોડા દિવસો પહેલા વડોદરાની સીમમાં પણ એક સગીર બાળકી પર સામૂહિક બળાત્કાર થયો હતો. તે સમયે તે તેના મિત્રો સાથે બહાર ગઈ હતી 
 
શું છે સમગ્ર મામલો 
પોલીસ અધિક્ષક (ગ્રામીણ) હિતેશ જોયસરે જણાવ્યું હતું કે માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં આવેલા એક અલગ વિસ્તારમાં મંગળવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ સગીર છોકરી પર બળાત્કાર થયો હતો. ઘટના સ્થળ કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. 
 
મંગળવારે મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પુરૂ થઇ જતાં એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન મોટા બોરસરાંની સીમમાં બેઠી હતી. ત્યારે અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો. આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા. 
 
પોલીસે જણાવ્યુ લે 'એક બાઇક જપ્ત કરી છે અને બે આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. તેની ધરપકડ બાદ ત્રીજા આરોપીને પણ પકડીશું.