ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 9 ઑક્ટોબર 2024 (17:48 IST)

Rahul Gandhi- ચૂંટણી પરિણામો બાદ રાહુલ ગાંધી શું બોલ્યા?

rahul gandhi
Rahul Gandhi after election- જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે.
 
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું છે, “જમ્મુ-કાશ્મીરના લોકોનો હ્રદયપૂર્વક આભાર. પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધનની જીત સંવિધાનની જીત છે, લોકતાંત્રિક સ્વાભિમાનની જીત છે.”
 
તેમણે કહ્યું, “હરિયાણામાં આવેલાં પરિણામોનું વિશ્લેષણ કરી રહ્યા છે. અનેક વિધાનસભા મતવિસ્તારમાંથી આવી રહેલી ફરિયાદો બાબતે ચૂંટણીપંચને માહિતગાર કરીશું.”
 
તેમણે કહ્યું, “હક, સામાજિક અને આર્થિક ન્યાય અને સત્ય માટે સંઘર્ષ ચાલુ રાખીશું, તમારો અવાજ બુલંદ રાખીશું.”
 
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસને છ બેઠકો અને તેમના સહયોગી નેશનલ કૉન્ફરન્સને 42 બેઠકો મળી છે. હરિયાણા વિધાનસભામાં કૉંગ્રેસ બીજા નંબરે રહી છે અને તેને 37 બેઠકો મળી છે.