સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 9 ઑક્ટોબર 2024 (15:02 IST)

Video: પહેલા રોટલી પછી બ્રેડ પર ગાયનુ છાણ લગાવીને ખાઈ ગયો આ માણસ, તમને તમારી આંખો પર નહી થાય વિશ્વાસ

gobar sandwitchgobar sandwitch
આ દુનિયામાં ઘણા વિચિત્ર લોકો છે અને તે બધા આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ તેમની વિચિત્ર પ્રવૃત્તિઓ બતાવવા માટે કરી રહ્યા છે. જો તમે પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા હોય તો તમને પણ આ વાતની જાણ હશે.  લોકો વિચિત્ર હરકત કરીને પોતાનો વીડિયો બનાવે છે અને પછી લોકો શુ વિચારશે એ સમજ્યા વગર તેને સોશોયલ મીડિયા પર પોસ્ટ કરી દે છે. આવા અનેક વીડિયો અત્યાર સુધી વાયરલ થયા છે જેને જોઈને લોકોના હોશ ઉડી ગયા છે.  જો તમે અત્યાર સુધી આવો કોઈ વીડિયો નથી જોયો તો હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 
 
બ્રેડમાં છાણ લગાવીને ખાઈ ગયો 
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ તમારા હોશ ઉડી જશે.  વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે એક  વ્યક્તિ પોતાના ઘરમાં ચા બનાવે છે. ચા ને કપમાં નાખે છે પછી એ બ્રેડ કાઢે છે પણ એ બ્રેડને ચા સાથે ખાતો નથી.  પરંતુ તે ત્યાથી ઉઠે છે અને છાણ પાસે જઈને બેસી જાય છે. ત્યારબાદ તે બંને બ્રેડ પર છાણ લગાવે છે અને પછી બંનેને એક સાથે લગાવીને તેને ખાવા માંડે છે. આ એ વ્યક્તિનો બીજો વાયરલ વીડિયો છે જેમા તે આવી હરકત કરી રહ્યો છે. આ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમા તે રોટલીમાં ગોબર લગાડીને ખાઈ રહ્યો હતો. 
 
અહી જુઓ વાયરલ વીડિયો 

આ વીડિયોને ઈસ્ટાગ્રામ પર  armaan.tawer નામના એકાઉંટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. જેને આ સમાચાર લખતા સુધી ઘણા લોકોએ જોઈ લીધો છે.. વીડિયો જોયા પછી લોકોના હોશ ઉડી ગયા. એક યૂઝરે કમેંટ કરતા લખ્યુ - તમે સાચે જ ખાવ છો શુ ? બીજા યુઝરે લખ્યુ - આવી રીલ્સ જોઈને મારી તર્ક વિતર્કની શક્તિ સમાપ્ત થઈ ગઈ છે.  ત્રીજા યુઝરે લખ્યુ - ભાઈ વીડિયો વાયરલ કરવા માટે હવે તો છાણ પણ ખાવા લાગ્યા છે. ચોથા યુઝરે લખ્યુ ગોબર સેંડવિચ અને હોટ ટી. એક અન્ય યુઝરે લખ્યુ - ટ્રેંડ એવો લાવો કે કોઈ કોપી પણ ન કરી શકે.