અંબાજી માર્ગ પર બસ પલટી મારી જતા પાંચ લોકોથી વધુના મોત
ambaji road accident
Ambaji Road accident- માતાજીના નોરતા ચાલી રહ્યા આ દરમિયાન લોકો અંબાજી દર્શન માટે જાય છે આ વચ્ચે એક અકસ્માતની ઘટના સામે આવી છે. ઘટના અંબાજી-દાંત માર્ગ પર બની છે. જેમાં એક ખાનગી લકઝરી બસ પલટી મારી જતા પાંચ લોકોથી વધુના મોતના અહેવાલ મળી રહ્યા છે.
અંબાજી દાંત માર્ગ ત્રિશૂળિયા ઘાટ પાસે એક ખાનગી લખઝરી બસ પલટી મારી જવાથી તેમાં જ્યારે પાંચ લોકોથી વધારે લોકોના મૃત્યુ થયા છે જ્યારે તેમાં સવાર 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
યાત્રાધામ અંબાજી નજીક ત્રિશૂળિયા ઘાટ પાસે લક્ઝરી બસને થયેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 7, 2024
ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસના ડ્રાઇવરે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો જેને કારણે આ અકસ્માત સર્જાયો હતો. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા કહેવામાં આવી રહ્યુ છે કે ડ્રાઈવર રીલ બનાવવાન ચક્કરમાં બસથી કંટ્રોલ ગુમાવ્યો હતો.
અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર અકસ્માત, 4ના મોત:ખેડાના ભક્તો દર્શન કરી પરત ફરતા હતા ને લક્ઝરી પલટી, 25થી વધુ યાત્રિકો ઈજાગ્રસ્ત#Accident #Ambaji #killed #injured #Kheda #Trishuliaghat #rajkot #ourrajkot pic.twitter.com/3Lhx6EX3an
— Our Rajkot (@our_rajkot) October 7, 2024
