ઇઝરાયલના હુમલા વચ્ચે બે લાખથી વધુ લોકો લેબનોન છોડીને સીરિયા ગયા
Israel Strikes In Lebanon - ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિઝ અનુસાર હાલના દરોડામાં હિઝબુલ્લાના કેટલાય લડવૈયાને મારવા માટે જમીન પર સૈનિકો અને હવામાંથી વાયુસેના મળીને કામ કરી રહ્યા છે. ઈઝરાયેલે 400 લડવૈયાઓને માર્યા છે
અગાઉ હિઝબુલ્લાહે પણ કહ્યું હતું કે તેના લડવૈયા અદાઈસેહ ક્ષેત્રમાં ઇઝરાયલી સૈનિકોની સાથે લડી રહ્યા છે. ઇઝરાયલી દળોનું કહેવું છે કે દક્ષિણ લેબનોનની અંદર ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યા પછી તેઓએ 400 થી વધુ હિઝબુલ્લાહ લડવૈયાઓને મારી નાખ્યા છે.
ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે ચાલી રેલી લડાઈ વચ્ચે બે લાખથી વધુ લોકો લેબનોન છોડીને સીરિયા જતા રહ્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર ઇઝરાયલના હવાઈ હુમલાને કારણે બે લાખથી વધારે લોકો લેબનોન છોડીને પાડોશી દેશ સીરિયા ચાલ્યા ગયા છે.
શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચાયુક્ત ફિલિપો ગ્રાંડી તરફથી આપવામાં આવેલા એક અપડેટમાં કહેવામાં આવ્યું છે કે લેબનોન છોડીને જઈ રહેલા લોકોમાં લેબનોનના નાગરિકો અને લેબનોનમાં રહેતા સીરિયાના નાગરિકો પણ સામેલ છે.
લેબનોન સરકારના આંકડામાં આ સંખ્યા ત્રણ લાખથી વધારે બતાવવામાં આવી છે.
શુક્રવારના ઇઝરાયલે હવાઈ હુમલામાં બંને દેશો વચ્ચેની મુખ્ય બૉર્ડર ક્રૉસિંગ પર નિશાન તાકવામાં આવ્યું, જેના કારણે ત્યાં વાહનવ્યવહાર પર અસર પડી છે.
ઇઝરાયલની સેનાએ દાવો કર્યો હતો કે, તેણે મસના ક્રૉસિંગગ પાસે હાજર હિઝબુલ્લાહનાં ઠેકાણાંને નિશાન બનાવીને હુમલો કર્યો હતો.