Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરાના ઉંડેરામાં પરિણીતાનો આપઘાત, સાસરિયાના ત્રાસનો આક્ષેપ

Updated: બુધવાર, 12 ઑગસ્ટ 2026 (18:21 IST)
વડોદરાના ઉંડેરા વિસ્તારમાં 31 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ સીમા તરીકે થઈ છે. પરિવારજનોએ સાસરિયાઓના કથિત ત્રાસને કારણે સીમાએ આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
 
મળતી માહિતી મુજબ, સીમાના લગ્ન બાદથી જ સાસરિયાઓ દ્વારા તેને કથિત રીતે શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ છે. પરિવારજનોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે સાસરિયાઓ દ્વારા પ્લોટ માટે 2 લાખની માંગણી કરવામાં આવતી હતી.
ALSO READ: પ્લેનથી નહી પણ નશેડી પાયલોટથી ડર લાગે છે, એર ઇન્ડિયા ફુકેટ-દિલ્હી ફ્લાઇટના કેપ્ટનનો ગાંજાનો ટેસ્ટ પોઝિટિવ .

પગ પર હિન્દીમાં લખી સુસાઈડ નોટ

આ કેસમાં વધુ ચોંકાવનારી બાબત એ છે કે સીમાના પગ પર હિન્દીમાં લખાણ મળી આવ્યું છે, જેને પરિવારજનોએ સુસાઈડ નોટ ગણાવી છે. તેમાં કથિત રીતે સાસરિયા પક્ષના ત્રાસ અને અન્ય બાબતોનો ઉલ્લેખ હોવાની માહિતી સામે આવી છે.
ALSO READ: વડોદરામાં રેબીઝનો ચોંકાવનારો કિસ્સો: કૂતરાના કરડ્યા બાદ યુવક પોતાને જ કરડવા લાગ્યો, લોકો પર હુમલાનો પ્રયાસ
પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે પતિ દ્વારા સીમાના ભાઈને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
 

પોલીસે તપાસ શરૂ કરી

ફરિયાદના આધારે પોલીસે પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે સમગ્ર મામલે સુસાઈડ નોટ સહિતના પુરાવા એકત્રિત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ જ સીમાના આપઘાત પાછળના ચોક્કસ કારણો અને આક્ષેપોની હકીકત સ્પષ્ટ થશે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

100 કરોડની ગૌરવગાથા બાદ ‘લાલો’ હવે ઘરે આવ્યો, શેમારૂમી પર

ગુજરાતી જોક્સ - ફરાળી છે

ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી

ગુજરાતી જોક્સ - શ્રાવણમાં સોમવારનું વ્રત

મીનાવાડા ગામ દશામાનુ મંદિર

આગળનો લેખ
Show comments