Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત વિધાનસભા: ભાજપના તમામ ધારાસભ્યોને 3 દિવસ માટે ફરજિયાત હાજરીનો વ્હીપ

શુક્રવાર, 20 માર્ચ 2026 (12:39 IST)
gujarat vidhansabha
ગુજરાતના રાજકારણમાં કોઈ મોટા નિર્ણય કે નવાજૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા વિધાનસભાના પોતાના તમામ ધારાસભ્યો માટે એક મહત્વપૂર્ણ વ્હીપ જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, તમામ ધારાસભ્યોએ આગામી 23, 24 અને 25 માર્ચના રોજ વિધાનસભા ગૃહમાં ફરજિયાતપણે હાજર રહેવાનું રહેશે.
 
વિધાનસભા પક્ષના દંડક દ્વારા જારી કરાયેલા આ વ્હીપમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આ ત્રણેય દિવસ દરમિયાન ધારાસભ્યોએ ગૃહની કાર્યવાહીમાં પૂરો સમય ઉપસ્થિત રહેવું પડશે. સાથે જ, ગૃહમાં પક્ષના માર્ગદર્શન અને નિર્દેશો અનુસાર જ કામગીરી કરવા પણ જણાવવામાં આવ્યું છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, જો કોઈ ધારાસભ્ય આ વ્હીપનો ભંગ કરશે તો તેની સામે પક્ષની શિસ્ત મુજબ કડક કાર્યવાહી પણ થઈ શકે છે.
 
રાજકીય વર્તુળોમાં આ વ્હીપને ઘણો સૂચક માનવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોના મતે, આ ત્રણ દિવસ દરમિયાન વિધાનસભામાં કોઈ મહત્વના કાયદાકીય પ્રસ્તાવો, નીતિગત નિર્ણયો અથવા ગંભીર ચર્ચાઓ થવાની સંભાવના છે. વિધાનસભામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં, પક્ષ કોઈ પણ મહત્વના મુદ્દે ચર્ચા કે મતદાન વખતે પોતાની સંપૂર્ણ એકતા અને સંખ્યાબળ જાળવી રાખવા માંગે છે. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

Monsoon Travel: વરસાદી પ્રવાસનું આયોજન કરી રહ્યા છો? દક્ષિણ ભારતનું આ હિલ સ્ટેશન ચોમાસા દરમિયાન સૌથી સુંદર હોય છે.

ગુજરાતી જોક્સ - પતિ- પત્નીને - તુ બજારમાંથી ફ્રૂટ લઈ આવી

ગુજરાતી જોક્સ - ફાંસી ની સજા

ગુજરાતી જોક્સ - પડોશનનુ નામ

BP ની ૩ ગોળીઓ ખાવી પડતી હતી, પરેશ રાવલે રાજકારણ છોડવાનું અસલી કારણ બતાવ્યું, બોલ્યા - જૂઠ્ઠો બનતો જઈ રહ્યો હતો

આગળનો લેખ
Show comments