1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
  4. Major tragedy at Mathura railway station

મથુરામાં ટ્રેન દુર્ઘટના, શકુરબસ્તીથી આવતી EMU ટ્રેક છોડીને પ્લેટફોર્મ પર ચઢી,

મથુરા રેલ્વે સ્ટેશન પર મોટી દૂર્ઘટના
Mathura Train Accident:મથુરામાં ટ્રેન દુર્ઘટના, શકુરબસ્તીથી આવતી EMU ટ્રેક છોડીને પ્લેટફોર્મ પર ચઢી, ચારેબાજુ અરાજકતા ફેલાઈ ગઈ.
 
મથુરા શકુરબસ્તીથી આવી રહેલી EMU ટ્રેનને મથુરા જંકશન પર અકસ્માત નડ્યો હતો. આ ટ્રેન ટ્રેક છોડીને પ્લેટફોર્મ પર ચઢી ગઈ હતી.
 
સદ્ભાગ્યની વાત એ છે કે આ અકસ્માત થયો ત્યારે ટ્રેનમાં કોઈ મુસાફરો હાજર ન હતા. આ અકસ્માત બાદ રેલ્વે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, લોકો ડરના માર્યા અહીં-તહીં ભાગવા લાગ્યા હતા. આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ટ્રેન અચાનક પાટા પરથી ઉતરીને પ્લેટફોર્મ પર કેવી રીતે આવી તેની તપાસ કરવામાં આવી રહી છે.


 
સમાચાર અનુસાર, આ EMU ટ્રેન શકુરબસ્તીથી આવી રહી હતી. ટ્રેન લગભગ 10:49 વાગે મથુરા જંકશન પર પહોંચી, ત્યારબાદ ટ્રેનમાં સવાર તમામ મુસાફરો નીચે ઉતરી ગયા, પરંતુ ત્યારબાદ ટ્રેન પાટા પરથી ઉતરીને પ્લેટફોર્મ પર ચઢી ગઈ.