1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 25 સપ્ટેમ્બર 2023 (08:17 IST)

વિવિધ જિલ્લાઓમાં ફરી હવામાન વિભાગે કરી તોફાની આગાહી, આ રાજ્યોમાં પડશે અતિભારે વરસાદ

Weather news-રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તેને પગલે ભરૂચ પંથકમાં આજે ધોધમાર વરસાદ.હવામાન વિભાગે સમગ્ર દેશમાં વરસાદને લઈને આગાહી જારી કરી છે. નવીનતમ અપડેટમાં ભારતીય હવામાન વિભાગે 27 સપ્ટેમ્બર સુધી ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ભારે વરસાદની આગાહી કરી છે. 
 
  રવિવારે બપોરે માત્ર એક કલાકમાં જ 2 ઈચ વરસાદ ખાબક્યો હતો. જેથી અનેક વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું હતું.  નિચાણવાળા કેટલાય વિસ્તારમાં પાણી ભરાયા હતા. આટલુ જ નહીં કેટલાય લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા. જેથી ડોલ વડે લોકો ઘરમાંથી પાણી ઉલેચતા નજરે પડ્યા હતા. 
 
અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ આસામ અને મેઘાલયમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. મધ્ય ભારતમાં, સોમવારથી પૂર્વ મધ્ય પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ અને વીજળીની સંભાવના છે.બીજી તરફ અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં સોમવારે છુટોછવાયો વરસાદ પડી શકે છે.