શનિવાર, 2 ડિસેમ્બર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 24 સપ્ટેમ્બર 2023 (10:51 IST)

અનેક જિલ્લોઓમાં ભારે વરસાદ

unseasonal rainfall
ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે વડોદરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠામાં મેઘરાજા ધબધબાટી બોલાવે એવી શક્યતા છે. પાકિસ્તાન અને કચ્છને અડીને એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ગુજરાત પર જોવા મળશે.બીજી તરફ, બંગાળની ખાડીમાં હાલ સાઇક્લોનિક સર્ક્યુલેશન બની ગયું હતું અને હવે એ લો-પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે. સાઇક્લોનિક સર્ક્યુલેશન આ સિસ્ટમ લો-પ્રેશર એરિયા બન્યા બાદ આગળ વધશે અને એ ફરી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસાવે એવી શક્યતા છે.
 
ગુજરાતમાં આજે 17 તાલુકામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે જિલ્લાની વાત કરવામાં આવે તો આજે વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર-હવેલી, તાપી, દમણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે. રાજ્યના એકપણ જિલ્લામાં રેડ અલર્ટ નથી.હાલ સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં અત્યારસુધીમાં 168.84 મિમી વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યમાં વરસાદની ટકાવારી 100 ટકાથી પણ વધી ગઈ છે. ચોમાસાના ભારેથી અતિભારે વરસાદના પગલે રાજ્યના પૂર પ્રભાવિત નવ જિલ્લામાંથી 19,360 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે.