બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 સપ્ટેમ્બર 2023 (12:18 IST)

ગુજરાત વરસાદ: અંકલેશ્વર મકાનોમાં પહેલા માળ સુધી પાણી પહોંચ્યા

rain in navsari
ગુજરાતમાં વરસાદને (Rain) કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ થયુ છે. નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં (Sardar Sarovar Dam) પાણીની ભરપૂર આવક થઇ છે. ડેમના 23 દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે.નર્મદા ડેમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે અંકલેશ્વર તાલુકાનાં અનેક ગામો પાણીમાં ડુબાણમાં ગયાં છે. આજે સવારે નર્મદા નદી 40 ફૂટથી વધારે સપાટીએ વહી રહી છે. ત્યારે અંકલેશ્વર-હાંસોટ, દીવા રોડ પર આવેલી અનેક સોસાયટીમાં પહેલા માળ સુધી પાણી પહોંચ્યા 
છે. 
 
ત્યારે અંકલેશ્વરના છાપરા, બોરભાઠા બેટ, કાશિયા, સરફુદીન, ખાલપિયા ગામમાં પાણી ફરી વળ્યાં છે. અંકલેશ્વર-હાંસોટ માર્ગ પર આવેલી અનેક સોસાયટીઓમાં પણ પહેલા માળ સુધી નર્મદા નદીનાં પાણી પહોંચ્યાં છે. . જોકે તંત્ર પણ દિવસ-રાત ખડે પગે રહીને લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડી રહ્યું છે.
 
નર્મદા નદી ભયજનક સપાટીથી 17 ફૂટ ઉપર વહી રહી છે. જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.