રવિવાર, 13 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 18 સપ્ટેમ્બર 2023 (08:17 IST)

હજુ ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી, જળબંબાકારની સ્થિતિ

rainfall in gujarat
Gujarat weather news- હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજથી 20 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. જેમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. 
 
ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 80 ટકા વિસ્તારને વરસાદના ચોથા રાઉન્ડનો લાભ મળશે.
 
આજે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યાસુધીમાં રાજ્યના 149 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 49 તાલુકામાં એક ઈંચથી સાડા છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.  ત્યારે અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, બનાસકાંઠા, મહિસાગર પંચમહાલ, ખેડા સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે
 
છેલ્લા 24 કલાકથી એકધારા પડી રહેલા વરસાદનાં પગલે ગોધરા શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ઠેર ઠેર પાણી ભરાયાની બૂમો ઉઠવા પામી છે.