ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 10 સપ્ટેમ્બર 2023 (11:44 IST)

આજે પણ વરસાદી માહોલ યથાવત

રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદને લઇ આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને હવામાન વિભાગે 23 તાલુકામાં વરસાદની આગાહી કરી છે. જેમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે.આજે પણ વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની જ્યારે ખેડા,પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે..જો કે આવતીકાલથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.
 
વડોદરામાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. જેને લઈ તુવેર, મકાઈ, સોયાબીન સહિત મુર્જાતા પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
 
. મકાઇ, સોયાબીન, તુવેર સહિતના પાકને જીવતદાન મળ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 134 મીટરે પહોંચી છે. સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 134.00 મીટરે નોંધાઈ છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના આ સિવાયના જિલ્લાઓ તથા કચ્છમાં આ સિસ્ટમની વધારે અસર થાય તેવી સ્થિતિ જણાતી નથી. એટલે કે ત્યાં કોઈ જગ્યાએ સાવ હળવો વરસાદ થાય તેવી શક્યતા છે. પરંતુ ઊભા પાકને લાભ કરે તેવા વરસાદની શક્યતા ઓછી જણાઈ રહી છે