શનિવાર, 5 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 સપ્ટેમ્બર 2023 (11:16 IST)

વરસાદ મુદ્દે અંબાલાલ પટેલની આગાહી, 7 દિવસમાં સારા વરસાદ

rain in india
Gujarat Rain - હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચાલુ અઠવાડિયા દરમિયાન વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જન્માષ્ટમી દરમિયાન વરસાદનું જોર વધવાની આગાહી.  7 દિવસમાં સારા વરસાદની આગાહી કરી છે. 8, 9, 10 સપ્ટેમ્બરે ભારે વરસાદ થવાની આગાહી છે. ક્યાંક ભારે તો ક્યાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. 
 
મહત્વનું છે કે આખો ઓગસ્ટ મહિનો કોરોધાકોર ગયો છે ત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા હવે સપ્ટેમ્બર મહિનામાં હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે. સુરત, વલસાડ,ભરૂચ,ડાંગ,નવસારી,નર્મદા અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 
 
અમદાવાદ,ખેડા, દાહોદ, આણંદ,મહીસાગર અને પંચમહાલમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.  આ સિવાય  અમરેલી, ભાવનગર, દિવ, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી  છે.