રવિવાર, 25 ફેબ્રુઆરી 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 ઑગસ્ટ 2023 (08:07 IST)

આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

rain in dwarka
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
 
બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની છે,એના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે.આજે અને આવતીકાલે રાજ્યભરમાં વરસાદ રહેશે.
 
ગુજરાતમાં પાછલા અમુક દિવસથી વરસાદે વિરામ લીધો છે. છૂટાછવાયાં સ્થળો પડેલા વરસાદને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં વરસાદે થોડા સમય માટે વિરામ લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.