Dharma Sangrah
✕

રોડ પર મકાઈ વેચી રહેલા કોમેડિયન અભિનેતા સુનીલ ગ્રોવરનાં વિડીયોની હકીકત ?

Updated: શનિવાર, 29 જુલાઈ 2023 (20:47 IST)
sunil grover
સુનીલ ગ્રોવરને લોકો ઘણા કારણોસર ઓળખે છે. કેટલાક તેને કપિલ શર્મા શોના 'ગુત્થી' તરીકે ઓળખે છે, તો કેટલાક તે જ શોના 'ડૉક્ટર મશૂર ગુલાટી' તરીકે ઓળખે છે. જેઓ લાંબા સમયથી તેમને ફોલો કરે છે તેઓ તેમને જસપાલ ભટ્ટીના શોમાં સાઈડ કેરેક્ટર ભજવતા અભિનેતા તરીકે પણ ઓળખે છે.
 
આજકાલ સુનીલ ઘણા વેબ શો અને સિરીઝમાં પણ જોવા મળી રહ્યો છે. પરંતુ, તેના આ તાજેતરના વીડિયોએ ઘણા લોકોને ચિંતામાં મૂકી દીધા છે.
 
શું છે સુનીલ ગ્રોવરના આ વીડિયોનું સત્ય?
છેલ્લા કેટલાક દિવસોમાં, સુનીલ ગ્રોવરે તેના ઇન્સ્ટા પેજ પર આવા ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે જેણે તેના ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. આ વીડિયોમાં તે ઢાબા જેવી જગ્યાએ રોટલી બનાવતો જોવા મળી રહ્યો છે. અન્ય વીડિયોમાં તે મકાઈ વેચી રહ્યો છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં 'મિશન ઈમ્પોસિબલ'નું સંગીત પણ સંભળાય છે. સુનીલ ગ્રોવરે લખ્યું છે - હું આગામી મિશન શોધી રહ્યો છું. જો કે આ વીડિયો શેર કરતી વખતે તેણે કોમેન્ટ બોક્સ બંધ કરી દીધું છે. ગ્રોવરે તેના વીડિયોમાં કોમેન્ટ્સ બંધ કરી દીધી છે. વીડિયોમાં જ્યાં કોમેન્ટ્સ ચાલી રહી છે, ત્યાં લોકો લખી રહ્યા છે, "ક્યા હાલ બના લિયા હૈ?"
 
ત્રીજા વીડિયોમાં તે છત્રી વેચતો જોવા મળે છે. તેણે લખ્યું છે કે વરસાદ એટલો બધો પડ્યો કે મારી પોતાની છત્રી પણ વેચાઈ ગઈ. આ વીડિયો પછી, જ્યાં ચાહકો સુનીલ માટે ચિંતિત છે, ત્યારે ઘણા લોકો તેને તેની નવી વેબ સિરીઝનું પ્રમોશન ગણાવી રહ્યા છે.
 
 અમે એ પણ આશા રાખીએ છીએ કે આ વિડિયો માત્ર કોઈ ફિલ્મ/શોનું પ્રમોશન છે. સત્ય જે પણ છે તે ટૂંક સમયમાં બહાર આવશે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

આગળનો લેખ
Show comments