બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શનિવાર, 24 જૂન 2023 (10:50 IST)

Tanvi Thakkar: 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' ફેમ તન્વી-આદિત્ય બની મા, સોશિયલ મીડિયા પર આપ્યા Good News

tanvi thakkar
સિરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર સિરિયલ'માં વિરાટ ચવ્હાણની ફોઈની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી તન્વી ઠક્કર અને તેના પતિ આદિત્ય કાપડિયા માતા-પિતા બની ગયા છે. આ દંપતીએ સોશિયલ મીડિયા પર નવા જન્મેલા બાળક સાથે પોતાની એક સુંદર તસવીર પણ શેર કરી છે.
 
તન્વી-આદિત્યએ વ્યક્ત કરી ખુશી 
પ્રથમ વખત માતા-પિતા બનેલા આદિત્ય કાપડિયા અને તન્વી ઠક્કરે તેમના પુત્રના જન્મ વિશે માહિતી આપતી એક Instagram પોસ્ટ શેર કરી હતી. તસવીરમાં આદિત્ય કાપડિયા અને તન્વી ઠક્કર બાળકને જોઈ રહ્યાં છે. જોકે પુત્રનો ચહેરો છુપાયેલો છે. તસવીર જોઈને લાગે છે કે આ હોસ્પિટલની તસવીર છે, આ સાથે કેપ્શનમાં દંપતીએ જણાવ્યું કે પુત્રનો જન્મ 19 જૂને થયો હતો.
 
તન્વીએ પ્રેગ્નન્સી પીરિયડને ખૂબ એન્જોય કર્યો
ગુમ હૈ કિસી કે પ્યાર મેં ફેમ તન્વી ઠક્કર તેના પ્રેગ્નન્સી પીરિયડને ખૂબ એન્જોય કર્યો છે. તન્વીએ એક અનોખા ફોટોશૂટમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો હતો. અભિનેત્રીના બાર્બી થીમ ફોટોશૂટે સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ પ્રભાવિત કર્યા. પિંક હાઈ સ્લિટ ડ્રેસમાં બાર્બીની જેમ સજ્જ તન્વી ઠક્કરના મેટરનિટી ફોટોશૂટની તસવીરો હજુ પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
 
તમને જણાવી દઈએ કે, તન્વી ઠક્કર અને આદિત્ય કાપડિયાએ 7 વર્ષની સગાઈ બાદ વર્ષ 2021માં લગ્ન કર્યા હતા, ત્યારબાદ તેઓ વર્ષ 2023માં માતા-પિતા બન્યા હતા. ગુમ હૈ કિસી કે પ્યાર મેં વિશે વાત કરીએ તો તન્વી સિરિયલમાં શિવાની બુઆનો રોલ કરતી હતી. સાથે જ ફેન્સ દ્વારા પણ પસંદ કરવામાં આવી રહી છે, બીજી બાજુ અભિનેત્રીના પતિ આદિત્ય કાપડિયા લોકપ્રિય શો શાકા લાકા બૂમ બૂમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં ફેમસ થઈ ગયા હતા.