રવિવાર, 1 ઑક્ટોબર 2023
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : બુધવાર, 24 મે 2023 (13:03 IST)

Nitesh Pandey: અનુપમા સીરિયલના અભિનેતા નીતીશ પાંડેનુ નિધન, 51 વર્ષની વયે દુનિયાને કહ્યુ અલવિદા

Anupama Fame Nitesh Pandey Death Reason Actor Died At The Age Of 50 Due To Heart Attac
Nitesh Pandey
 અનુપમા શો હવે ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયું છે. દર્શકો પણ શોના તમામ પાત્રોને જોવાનું અને અનુસરવાનું પસંદ કરે છે. હવે આ શોમાં રૂપાલી ગાંગુલીની મિત્ર દેવિકાના પતિનો રોલ કરનાર નીતિશ પાંડેનું નિધન થઈ ગયું છે. આ સાંભળીને સમગ્ર ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. કોઈ આ સમાચાર પર વિશ્વાસ કરવા સક્ષમ નથી. ચાલો જાણીએ અભિનેતાના મૃત્યુ પાછળનું શુ છે કારણ.
 
 
અનુપમા ફેમ નીતિશ પાંડે નથી રહ્યા
 
ગઈકાલે રાત્રે અનુપમા ફેમ નીતિશ પાંડેનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. અભિનેતાની ઉંમર માત્ર 51 વર્ષની હતી, પરંતુ આટલી ઉંમરે પણ તેણે દુનિયાને અલવિદા કહેવું પડ્યું. નીતિશ પાંડે લાંબા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીનો હિસ્સો હતો અને અનુપમા શોમાં નિયમિત રીતે જોવા મળતો હતો. હવે આ સમાચારથી પરિવારના સભ્યો જ નહીં પણ ચાહકો પણ શોકમાં ડૂબી ગયા છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

ટીવી અને ફિલ્મોમાં પોતાના એક્ટિંગનો જાદુ ચલાવનાર નિતેશ પાંડેએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. એક્ટ્રેસ વૈભવી ઉપાધ્યાય બાદ હવે નિતેશના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શૂટિંગ દરમિયાન સેટ પર જ કાર્ડિયાક અરેસ્ટને કારણે એક્ટરનું મોત થયું હતું. લેખક સિદ્ધાર્થ નાગરે આ વિશે અપડેટ આપ્યું છે.

અભિનયના દમ પર મેળવી સફળતા 
 
એક્ટર નીતીશ પાંડેએ બોલિવૂડમાં પણ પોતાની એક્ટિંગની કૌશલ્ય દેખાડી છે. 17 જાન્યુઆરી 1973ના રોજ જન્મેલા નીતિશ પાંડેએ ટીવીની દુનિયામાં સારું નામ કમાવ્યું હતું. એટલું જ નહીં, અભિનેતાએ બોલિવૂડના કિંગ ખાન સાથે ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'માં પણ કામ કર્યું છે. અનુપમા શોમાં નીતિશના પાત્રને પણ દર્શકોએ વખાણ્યું હતું.