શનિવાર, 30 સપ્ટેમ્બર 2023
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : બુધવાર, 14 સપ્ટેમ્બર 2022 (14:46 IST)

Anupamaa SHOCKING twist: કિંજલ સામે આવ્યુ તોષૂના અફેયરનુ સત્ય, સુસાઈડ કરશે અનુપમાની વહુ

anupama
Anupamaa SHOCKING upcoming twist: ટીવી સીરિયલ અનુપમા પોતાના ટ્વિસ્ટ્સ અને ટર્નસ ને કારણે ફેંસના પસંદગીનો શો છે. આ શો દરેક વખતે કંઈક એવુ લઈને આવે છે જે ફેંસને ઈમ્પ્રેસ કરી જાય છે. હાલ મેકર્સએ ટીઆરપી વધારવા માટે શો માં બતાવ્યુ  છે કે  કિંજલની પ્રેગનેંસીને કારણે તોષૂ શારીરિક જરૂરિયાત માટે બહાર ગર્લફ્રેંડ બનાવી લે છે. જ્યારે તેની હકીકત તેની મા અનુપમાને જાણ થાય છે તો તે ખૂબ જ ગુસ્સે થાય છે. અનુપમા પુત્ર તોષૂને રૂમમાં લઈ જાય છે અને ત્યા તોષુ આ વાત સ્વીકાર કરે છે કે તેના જીવનમાં એક યુવતી છે. તોષૂ જણાવે છે કે તે એ યુવતી સાથે પ્રેમ નથી કરતો. તેની સાથે કોઈ ઈમોશનલ સંબંધ નથી પણ તે શારીરિક જરૂરિયાત માટે તેની સાથે ટાઈમપાસ કરી રહ્યો છે. આ સાંભળતા જ અનુપમાનો પારો ચઢી જાય છે અને તે તોષુથી નારાજ થઈ જાય છે. 

 
તોશુની વાતો સાંભળીને અનુપમા રડવા લાગે છે અને તેને પોતાના પુત્ર પ્રત્યે નફરત થવા લાગે છે.  તોષુ કહે છે કે તે પેલી છોકરી માટે કિંજલને નહીં છોડે,   અનુપમા તેને પૂછે છે કે જો કિંજલે પણ આવું કર્યું હોત તો તેણે શું કર્યું હોત? તોશુ કહે છે કે તે કાં તો કિંજલને મારી નાખશે અથવા તો પોતે મરી જશે  અનુપમા આ બધી વાતો કિંજલને કહેવા માંગે છે પરંતુ રાખીએ તેને સોગંધ અ અપે છે કે તેણે પોતાના બાળકોનુ ઘર ન તોડવુ જોઈએ.  જોકે અનુપમા કહે છે કે તે પોતાની પુત્રવધુ સાથે દગો નથી કરી શકતી. 

 
કહેવાય છે કે સત્ય લાખ છુપાવો છાનુ રહેતુ નથી. એક દિવસ સામે આવી જ જાય છે.  અનુપમાના આગામી એપિસોડમાં કિંજલને તોશુના અફેર વિશે ખબર પડશે.  તે આ આઘાત સહન કરી શકતી નથી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. હવે આગળ શું થશે, આવનારા એપિસોડમાં જ ખબર પડશે.