Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ આજનો સમાજ મહિલાઓ માટે સુરક્ષિત છે ?

Updated: મંગળવાર, 5 માર્ચ 2019 (22:29 IST)
કલ્પના ચાવલા અને અન્ય ભારતીય મૂળની મહિલાઓએ ન ફક્ત પોતાનુ નામ પરંતુ ભારતનુ નામ પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર રોશન કર્યુ છે. દેશની ઉન્નતિ અને રક્ષા ક્ષેત્રે પણ મહિલાઓએ યોગદાન આપ્યુ છે. એ પછી રાજનીતિની વાત હોય કે કારગિલમાં પોતાના પતિ-પુત્રોની શહીદી પર ગૌરવાંવિત થનારી કોઈ માઁ કે પત્નીની વાત હોય, મહિલાઓએ હંમેશા પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપથી પોતાનુ યોગદાન આપ્યુ છે.

પરંતુ સિક્કાની બીજી બાજુ એ છે જે મોટેભાગે આપણા દેશમાં જોવા મળે છે. આજની છોકરીઓને ભણવા નથી દેવાતી. પરિવાર માટે પોતાના સપનોની આહૂતિ સ્ત્રીઓએ જ આપવી પડે છે. માદા ભ્રૂણ હોય તો તેનુ જીવન શરૂ થતા પહેલા જ તેને સમાપ્ત કરવામાં આવે છે.

દહેજ માટે તેને સળગાવવી, અંધવિશ્વાસોને કારણે સ્ત્રીને ચુડેલ માનીને તેને પૂર્ણ નગ્ન કરીને મારવી, સતી પ્રથા વગેરેની ઘટનાઓ અવાર-નવાર થતી રહે છે, અને આપણે જો શિક્ષિત પરિવારની વાત કરીએ તો એક જ પુત્રી હોવાથી આપણે મોટાભાગે સાંભળીએ છીએ કે અમે તો અમારી છોકરીને છોકરાની જેમ જ ઉછેરી છે. શુ માતા પિતા પણ આવી વાતો કરીને છોકરાને છોકરીથી ઉંચુ પદ નથી આપી રહ્યા ? છોકરીના જીવન સાથે સંકળાયેલા મોટાભાગના નિર્ણયો માતા-પિતા જ લે છે.

કોઈ ઓફિસમાં ઉચા પદ પર બેસેલી કોઈ મહિલાના અધીનસ્થ પુરૂષ સહયોગી કેમ તેને પૂર્ણ સહયોગ નથી આપતા ? આજે પણ તેને બહાર હલકી વાતોના વાગ્બાણ સહન કરવા પડે છે અને તે લોહીલુહાણ થવાથી ચૂપ રહેવા મજબૂર છે.

પરંતુ આમાં થોડો ઘણો મહિલાઓનો પણ દોષ છે. નારી સ્વતંત્રતાના નામે અંગ પ્રદર્શન, સ્ટ્રિપર્સ નાઈટનુ આયોજન, મોર્ડન કહેવાની હરોળમાં સંસ્કૃતિથી અલગ, તૂટતા-વિખરાઈ જતા કુંટુંબો શુ આ જ આપણી સ્વતંત્રતા છે ? આમા દોષી કોણ છે, પુરૂષ, મહિલા કે સ્વયં સમાજ ?

વધુ જુઓ..

ઉઝબેકિસ્તાન માટે રવાના થયા પીએમ મોદી, SCO શિખર સંમેલનમાં પણ ભાલ લેશે, બોલ્યા - આતંકવાદનો ખાત્મો કરીશું

નેપાળ પૂર હોનારત: ગુજરાતના 25 લોકો લાપતા, રાજ્ય સરકારે જાહેર કરી નવી યાદી; NRI પણ સંપર્ક વિહોણા

ગુજરાતમાં મેઘરાજાના વિરામ બાદ સપ્ટેમ્બરમાં વરસાદી વાપસીની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘટ પૂરવાની આશા

LIVE: નેપાળમાં પૂરથી મોતનો આંકડો 600 ની નજીક, 320 ભારતીયો ગુમ, કૃત્રિમ તળાવથી ઉભું થયું નવું સંકટ

નેપાળ માં આગામી ૩ દિવસોમાં ફરી આવી શકે છે તબાહી ? ચીને આપી ચેતાવણી, મૃતકોની સંખ્યા 469 પર પહોચી

વધુ જુઓ..

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારે કરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

આગળનો લેખ
Show comments