1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 માર્ચ 2018 (15:00 IST)

મહિલા દિવસની ઉજવણીમાં મુખ્યપ્રધાને સિવિલ હોસ્પિટલમાં ચાંદીનો સિક્કો, મીઠાઈ, મમતા કીટ અર્પણ કરી

આજે 8 માર્ચના દિવસને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે મહિલાઓને પ્રિત્સાહન આપવાના અને તેની સિદ્ધીઓના બિરદાવવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા પણ મહિલા દિવસની વિશિષ્ઠ રીતે ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનએ આજે જન્મનારી બાળકીઓને ‘નન્હી પરી’ અવરતણ તરીકે વધાવી હતી અને ભેટ સોગાદો આપી હતી.આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલ આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ઉજવણી માટે સવારે અમદાવાદની સોલા સિવિલ ખાતે પહોંચ્યાં હતાં. મહિલા દિવસ નિમિત્તે સમાજમાં બાળકીનું મહત્વ સમજાય તેનો સંદેશ આપવા મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનના પ્રેરણાદાયી માર્ગદર્શનમાં ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે  વિજય રૂપાણીએ આજના દિવસે જન્મેલી બાળકીઓને વધાવી હતી. નવજાત બાળકીઓને ચાંદીનો સિક્કો, મમતા કિટ અને મીઠાઈના બોક્સ આર્પણ કર્યાં હતાં. વિજય રૂપાણીએ મહિલા દિવસ મહિલાઓને શુભકામનાઓ પાઠવી હતી.