સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 સપ્ટેમ્બર 2017 (12:59 IST)

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીના માતાનું નિધન થયું

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીની પત્ની અને ગુજરાતના કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહના માતા વિમળાબેનનું અવસાન થયું છે. શુક્રવારે રાતે 85 વર્ષીય વિમળાબેનની તબિયત બગડતાં તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલે લઇ જવાયા હતા. જ્યાં તેમને આઇસીયુ વોર્ડમાં દાખલ કરી સારવાર હાથ ધરાઇ હતી. તેમના પાર્થિવદેહને શનિવારે ગાંધીનગર ખાતે ભરતસિંહના નિવાસસ્થાને લવાશે. જ્યારે રવિવારે સવારે 11 વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી સ્મશાન યાત્રા નિકળશે.