સંબંધિત સમાચાર
- Teacher's Day Quotes in Gujarati - શિક્ષક દિવસ પર 10 સુંદર સુવિચાર
- Teachers Day speech - શિક્ષક દિવસ સ્પીચ 10 લાઇન
- Teachers Day 2024 : 5 સપ્ટેમ્બરે જ કેમ ઉજવાય છે શિક્ષક દિવસ, જાણો તેનો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ
- Teachers Day DIY Gift Ideas: ઘરમાં હાજર આ વસ્તુઓ સાથે શિક્ષકો માટે ખાસ ભેટ બનાવો
- Happy Teacher's Day - શિક્ષક મૂર્તિ નહી મૂર્તિકાર છે
Teachers Day Essay- શિક્ષક દિવસ વિશે નિબંધ
Teachers Day Essay in Gujarati - દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે આપણે આપણા શિક્ષકો પ્રત્યે સમર્પણ અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. શિક્ષક દિવસે શાળાઓમાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો સાથે સમય વિતાવે છે. શિક્ષકો આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તેઓ આપણને જ્ઞાન અને માર્ગદર્શન પૂરું પાડે છે.
શિક્ષક દિવસ એ આપણને આપણા ગુરુજનોની સેવા કરવાની તક આપે છે. આપણે તેમને કાર્ડ, ભેટ અથવા ફૂલ આપીને તેમનો આભાર વ્યક્ત કરી શકીએ છીએ. આ ઉપરાંત, આપણે તેમના માટે પ્રાર્થના કરી શકીએ છીએ અને તેમના લાંબા અને સુખી જીવન માટે આશીર્વાદ આપી શકીએ છીએ.
આપણા જીવનને શણગારવા માટે શિક્ષક એક મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સફળતા માટે અમે ઘણી મદદ કરે છે. જેમ કે આપણા જ્ઞાન, કૌશલના સ્તર, વિશ્વાસ અને આત્મવિશ્વાસને વધારે છે અને આપણા જીવનને યોગ્ય આકારમાં લાવે છે. એવા આપણા નિષ્ઠાવાન શિક્ષક માટે આપણી પણ કેટલીક જવાબદારીઓ બને છે. આપણે બધાને એક આજ્ઞાકારી વિદ્યાર્થીના રૂપમાં અમારા શિક્ષકનો દિલથી અભિનંદન કરવાની જરૂર છે અને જીવનભર નિસ્વાર્થ સેવા માટે અગણિત વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ નાખે છે. તેનો આભાર અને ધન્યવાદ આપવો જોઈએ. તેને ધન્યવાદ આપવા અને તેમની સાથે સમય પસર કરવાનો એક મહાન અવસર છે શિક્ષક દિવસ .
શિક્ષકો આપણને માત્ર વિષયો જ નહીં, પરંતુ મૂલ્યો, નૈતિકતા અને સંસ્કારો પણ શીખવે છે. તેઓ આપણને સારા નાગરિક બનવા માટે પ્રેરિત કરે છે અને સમાજમાં આપણું યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરે છે. શિક્ષકોની ભૂમિકા એક દીવા જેવી છે જે આપણને અંધારામાં આગળ વધવાનો માર્ગ બતાવે છે.
5 સપ્ટેમ્બરના રોજ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તે શિક્ષાના પ્રત્યે ખૂબ સમર્પિત હતા અને એક અધ્યેતા રાજનયિક ભારતના રાષ્ટ્રપતિ અને ખાસ કરીને એક શિક્ષકના રૂપમાં ઓળખાય છે. ડા સર્વપલ્લી રાધાકૃષ્ણનન રાષ્ટ્રપતિ પહેલા ચેન્નઈની પ્રેસીડેંડ કૉલેજમાં મલયાલમ ભાષાના શિક્ષક હતા.
ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે - "હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ છું .
teachers day
શિક્ષક દિવસ એ આપણને આપણા ગુરુજનોની સેવા કરવાની તક આપે છે. આપણે તેમને કાર્ડ, ભેટ અથવા ફૂલ આપીને તેમનો આભાર વ્યક્ત કરી શકીએ છીએ. આ ઉપરાંત, આપણે તેમના માટે પ્રાર્થના કરી શકીએ છીએ અને તેમના લાંબા અને સુખી જીવન માટે આશીર્વાદ આપી શકીએ છીએ.
શિક્ષક દિવસના દિવસે શાળાઓમાં ઘણી જગ્યા બાળકો શિક્ષક બનીને ભણાવે છે અને શિક્ષકોને માનમાં જુદા- જુદા કાર્યક્રમ યોજાય છે. શિક્ષક એક એવી કડી છે જે એક નાનકડા બાળકને સમાજમાં અને જીવનમાં કેવી રીતે આગળ વધવું, વિદ્યાર્થીને સાચુ-ખોટુ અને સારુ-ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને વિકસિત કરે છે.
એક માણસના જીવનમાં સૌથી વધારે મહત્વ શિક્ષકનું હોય છે કારણકે શિક્ષક જ વિદ્યાર્થીના જ્ઞાનનું એકમાત્ર સહાયક સામગ્રી છે.
Edited By- Monica Sahu