TATA સમૂહ સાથે જોડાયેલા મોટા સમાચાર, એન ચંદ્રશેખરને ટાટા સંસના ચેયરમેન પદ પરથી આપ્યુ રાજીનામુ
ટાટા ગ્રુપ સાથે જોડાયેલા આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એન ચંદ્રશેખરને ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે અને તેઓ ફરીથી નિમણૂકની માંગ કરશે નહીં. એન ચંદ્રશેખરનનો કાર્યકાળ ફેબ્રુઆરી 2027માં પૂર્ણ થશે.
ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને 18 ઓગસ્ટે યોજાનારી કંપનીની વાર્ષિક સામાન્ય સભા (AGM) પહેલા રાજીનામું આપવાની જાહેરાત કરી છે. હકીકતમાં, ડિરેક્ટર તરીકે તેમની પુનઃ ચૂંટણી અંગે અનિશ્ચિતતા વધી રહી હતી અને ટાટા જૂથમાં તણાવ હતો.
કંપનીની સૂચના અનુસાર, ટાટા સન્સના શેરહોલ્ડર ડિરેક્ટર તરીકે ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિ પર 18 ઓગસ્ટે યોજાનારી એજીએમમાં મતદાન થવાનું હતું. ચંદ્રશેખરન અને ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા વચ્ચેના મતભેદોને કારણે આ અનિશ્ચિતતા ઊભી થઈ છે. ટાટા સન્સના બોર્ડે ફેબ્રુઆરીમાં ચંદ્રશેકરનની ચેરમેન તરીકે પુનઃનિયુક્તિ અંગેનો નિર્ણય મુલતવી રાખ્યો હતો કારણ કે નોએલ ટાટાએ જૂથના કેટલાક નવા વ્યવસાયોની કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

