સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 ઑગસ્ટ 2017 (18:05 IST)

ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓ દિલ્હી દરબાર પહોંચ્યાં, હાઈકમાન્ડ સાથે આગામી ચૂંટણીની કરશે સમીક્ષા

રાજ્યસભાની ચૂંટણીમાં એહમદ પટેલના વિજય પછી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયા છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં રણનીતિ ઘડવા માટે ગુજરાતના કોંગ્રેસ અગ્રણીઓ દિલ્હી પહોંચ્યા છે. દિલ્હીમાં તેઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સાથે બેઠક કરશે. આ બેઠકમાં અહેમદ પટેલ, અશોક ગેહલોત, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં આગામી ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હોવાનું મનાય છે. હવે વિધાનસભાની ચૂંટણી માથા પર છે ત્યારે ચૂંટણી માટે વિશેષ આયોજન કરી વ્યુહ રચના ઘડવા માટે ચર્ચા કરવા કોંગી જનો એકઠાં થયાં હોવાનું મનાય છે.

ખાસ કરીને પક્ષના સંગઠન વધું મજબૂત કરવા પર ભાર આપવામાં આવે અને લોકસંપર્ક વધારવા માટે વિશેષ પ્રયાસો કરવા સૂચન કરવામાં આવ્યું હોવાનું મનાય છે.   વિશેષ વાત તો એ છે કે વાઘેલા જુથનું પ્રેશર દૂર થતાં, વિધાનસભા ટિકિટ માટે ઉમેદવારોનું ચયન  અને નીતિગત નિર્ણયો લેવા  અંગે ચર્ચા થશે તેમ માનવામાં આવે છે. ભાજપને જોરદાર ટક્કર આપ્યા પછી એહમદ પટેલે રાજ્યસભાની સીટ જીતી લેતાં, એહમદ પટેલની જીતની ઉજવણી કરવામાં આવશે. દિલ્હી હાઈકમાન્ડને મળવા દોડી ગયેલા, ભરતસિંહ સહિતના 4 નેતાઓના કહેવા મુજબ, રાજ્યસભાની ચૂંટણીમાં પક્ષને વફાદાર રહેનારા 43 ધારાસભ્યોને પણ સોનિયા ગાંધી મળશે. ટૂંક સમયમાં એહમદ પટેલનો જન્મદિવસ આવી રહ્યો છે ત્યારે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી ગુજરાત આવે તેવી શક્યતા છે. તેઓ એહમદ પટેલના જન્મદિવસે 43 ધારાસભ્યોને મળશે તેમ માનવામાં આવી રહ્યું છે.