મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 માર્ચ 2018 (14:30 IST)

મહિલા દિવસ - ગુજરાત વિધાનસભામાં તમામ કામગીરી મહિલાઓએ સંભાળી

આજે દેશભરમાં મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. જેને લઈને ગુજરાત વિધાનસભાની તમામ કામગીરી પણ મહિલાઓએ સંભાળી હતી. જ્યારે સ્પીકર તરીકે ડૉ.નિમાબેન આચાર્યએ જવાબદારી સંભાળી હતી. વિધાનસભા પ્રારંભે પ્રશ્નોતરી પૂર્વે ગુહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહિલા દિનની શુભેચ્છા પાઠવી હતી. રૂપાણીએ કહ્યું કે,'' આપણી સંસ્કૃતિમાં અનાદિકાળથી મહિલાને પુરુષ સમોવડું સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી મહિલા હિતને વરેલી છે, અને આનંદી બહેનને પ્રથમ મહિલા મુખ્યમંત્રી પણ બનાવ્યા હતા.તેઓ આજે ગવર્નર પદે બિરાજે છે.''વિધાનસભામાં આજે મહિલા દિવસ નિમિત્તે ગૃહનું સંચાલન મહિલાઓ કરશે. જે અંતર્ગત સ્પીકર પદે ડૉ.નિમાબેન આચાર્ય રહેશે. તેમજ પ્યુન તરીકે પણ બધી મહિલાઓએ જ કામગીરી સંભાળી હતી.