ગુરુવાર, 28 ઑગસ્ટ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મહિલા દિવસ
Written By કલ્યાણી દેશમુખ|
Last Updated : ગુરુવાર, 16 જાન્યુઆરી 2020 (19:36 IST)

દીકરી સૌની લાડકવાયી

દીકરી સૌની લાડકવાયી
નાની નાની વ્હાલી દિકરી
ફુલનો મહેંકતો બગીચો દિકરી
 
સુંદર ચહેરો નાજુક-ભોળી
બાળપણથી જ હોય નખરાળી
 
મટકી-મટકી નાચ બતાવતી
જીભ પર તો જાણે કોયલ બેસતી
 
બધા બાળકોમાં વ્હાલી દિકરી 
બધાં પ્રત્યે હેત રાખતી દિકરી
 
પપ્પાનો તો જીવ છે દિકરી
માનો એક હાથ છે દિકરી
 
ઘરમાં સદા રોનક રાખતી દિકરી
સાસરે જતાં રડાવતી દિકરી