શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 8 માર્ચ 2018 (12:28 IST)

International Women's Day 2018: Google એ Doodle બનાવીને કરી મહિલા શક્તિને સલામ

આજે આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાય રહ્યો છે. દરેક વખતની જેમ આ વખતે પણ ગૂગલે પોતાના ડૂડલ દ્વારા મહિલા દિવસ પર લોકોને શુભેચ્છા આપી છે  
 
ઉલ્લેખનીય છે કે ગૂગલ હંમેશા દેશ-દુનિયાની મોટી ઈવેંટ અને મોટા લોકોના જન્મદિવસ કે પુણ્યતિથિને ડૂડલ બનાવીને સેલિબ્રેટ કરે છે.  આજનુ સ્પેશયલ ડૂડલ 12 ફીમેલ આર્ટિસ્ટને સમર્પિત છે. 
 
ગૂગલે આ ડૂડલમાં વ્યક્તિગત જીવનનો એવો અનુભવ શેયર કર્યો જેને તેમને પ્રભાવિત કર્યા. આ સ્ટોરીને તસ્વીરોની એક શ્રેણીમાં સજાવવામાં આવી છે. 
 
આ 12 મહિલાઓની યાદીમાં દક્ષિણ ભારતની કાવેરી ગોપાલાકૃષ્ણનને પણ સ્થાન મળ્યુ છે.  તેમની સ્ટોરીનુ શીર્ષક છે 'Up on the Roof'. 
 
ગૂગલનુ આ વર્ષે બનાવેલ ડૂડલ ખૂબ જ ખાસ છે. ગૂગલ ડૂડલમાં 12 સ્લાઈડ્સ છે અને દરેક સ્લાઈડ્સને એક અનોખી અને અલગ રીતે ડિઝાઈન કરવામાં આવ્યુ છે. 
 
ઉલ્લેખનીય છે કે દરેક સ્લાઈડ  એક જુદી મહિલાની સ્ટોરી કહે છે.  ગૂગલે આ ડૂડલને 12 મહિલા કલાકારો દ્વારા સ્લાઈડ્સના રૂપમાં પરિભાષિત કરવામાં આવી છે. આ વીડિયોને તમે પ્લે કરીને પણ જોઈ શકો છો.