ગુરુવાર, 30 ઑક્ટોબર 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 29 ઑક્ટોબર 2025 (13:32 IST)

Kartik Purnima 2025: કાર્તિક પૂર્ણિમા પર પ્રગટાવો 365 વાટનો દિવો, આખા વર્ષની પૂજાનુ એક સાથે મળશે શુભ ફળ

diya of 365 batti
365 Vaat No Divo Kyare Pragtavavo  2025: તમે પણ તમારા ઘરના વડીલોની આસ પાસના લોકોને કારતક પૂર્ણિમાના દિવસે એક વિશેષ પૂજા કરતા જોયા હશે જેમા 365 વાટનો દિવો પ્રગટાવવામાં આવે છે. પણ શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે આ દિવસે દિવો પ્રગટાવવાથી શુ લાભ મળે છે.  તો તમને બતાવી દઉ કે આ પૂર્ણિમા પર આ ખાસ દિવો પ્રગટાવવાથી આખા વર્ષની પૂજાનુ ફળ એક સાથે પ્રાપ્ત થાય છે.  આ દિવાને તમે તમારા ઘરના મંદિર, તુલસીના છોડ, પીપળાનુ ઝાડ કે પછે તમારા ઘર પાસે કોઈપણ મંદિરમાં પ્રગટાવી શકો છો. ચાલો જાણીએ આ વર્ષે 365 વાટનો દિવો ક્યારે પ્રગટાવવામાં આવશે.  
 
365 વાટના દિવાને ક્યારે પ્રગટાવવો 2025   (365 Vaat No Divo Kyare Pragtavavo  2025)
365 વાટનો દિવો 5 નવેમ્બર 2025 ના રોજ પ્રગટાવવામાં આવશે. આ દિવસે કાર્તિક પૂર્ણિમા છે. કેટલાક લોકો આ દિવાને એક દિવસ પહેલા  એટલે કે બૈકુંઠ ચતુર્દર્શી પર પ્રગટાવે છે આ વર્ષે આ તિથિ 4 નવેમ્બરના રોજ છે. આ દિવો સાંજના સમયે પ્રગટાવવામાં આવે છે.  
 
365 વાટના દિવા ની સામગ્રી લિસ્ટ (365 Batti Deepak Samagri List)
 
કાચો સૂત કે નાડાછડી
કંકુ 
ધાણી 
પાણી 
હળદર 
સુકુ નારિયળ (કોપરાનો ગોળો)
 
365 વાટનો દિવો કેવી રીતે પ્રગટાવવો  (365 Vaat no Diyo Kaivi rite pragatavvo joiye)
આ દિવાને સુકા નારિયળમાં પ્રગટાવવામાં આવે છે. તેને પ્રગટાવવા માટે એક નાડાછડી કે કાચુ સૂત લેવાનુ છે. તેમા 365 વાળી વાટ તૈયાર કરી લેવાની છે. જેને જો તમે 5 દોરાવાળા નાડાછડી કે કાચા દોરાને લો છો તો તેને તમારા હાથ પર 73 વાર લપેટો અને બચેલા દોરાને કાપી લો. આ રીતે તમારો 365 વાટનો દિવો તૈયાર થઈ જશે. હવે એક સુકુ નારિયળ લો અને તેના બે ભાગ કરી લો. નારિયળના એક ભાગમાં દેશી ઘી અને તેમા 365 વાટ નાખો. આ દિવાને ઘરના મંદિર કે તુલસીના છોડ સમક્ષ પ્રગટાવો.   દિવા નીચે ચોખાના થોડા દાણા જરૂર નાખો.  સાથે જ દિવા પર હળદર અને કંકુનુ તિલક લગાવો. ત્યારબાદ દિવામાં ધાણી નાખો.  ત્યારબાદ દિવાની ઉપરથી ત્રણ વાળ જળ ફેરવો. આ વિધિથી 365 વાટનો દિવો પ્રગટાવીને તમે આખા વર્ષની પૂજાનુ ફળ મેળવી શકો છો.  
 
365 વાટના દિવો ક્યા પ્રગટાવવો જોઈએ (365 Vaat No divo kya pragtavvo joiye )
આ દિવાને આમ તો મોટાભાગના લોકો તુલસીની સામે પ્રગટાવે છે અને દિવો પ્રગટાવ્યા બાદ તુલસીના છોડની 108 વાર પરિક્રમા પણ કરે છે.  બીજી બાજુ કેટલાક લોકો તેને ઘરના મંદિરમાં તો  કેટલાક લોકો પીપળો, કેળા કે આમળાના ઝાડ નીચે પણ પ્રગટાવે છે.  તમારે ત્યા જેવી પરંપરા હોય તમે એવુ જ કરો.