1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. Guru Pushya Nakshtra 2021 what to buy

ગુરૂ પુષ્ય નક્ષત્ર 2021 - શુભ યોગમાં ખરીદી કરવાથી મા લક્ષ્મીની કૃપાથી વરસશે ધન

Guru Pushya Nakshtra 2021
28 ઓક્ટોબરને બુદ્ધિ અને ધનના દેવતા ભગવાન ગણેશજીના દિવસે ગુરૂવારે ગુરૂ પુષ્ય નક્ષત્રના યોગ બની રહ્યા છે. આ દિવસે ખરીદી અને નિવેશ માટે ખૂબ શુભ છે. 
 
આ દિવસે મૂહૂર્તમાં ભવન, ભૂમિ, વાહન, સોના ચાંદીના ઘરેણા વગેરે બીજી ખરીદી કરવી શ્રેષ્ઠ હોય છે. આ યોગમાં ખરીદેલ વસ્તુ લાંબા સમય સુધી ચાલે છે અને શુભ ફળ આપે છે. 
 
1. ભગવાન ગણેશજીના દિવસ બુધવારે પુષ્ય નક્ષત્રના શુભ યોગમાં સોનાથી નિર્મિત ઘરેણા ખરીદવાથી દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે અને દિવાળી સુધી તેમના આગમનના માર્ગ ખુલે છે. 
 
2. પુષ્ય નક્ષત્રમાં ચાંદી કે તેનાથી નિર્મિત ઘરેણા, વાસણ, પૂજન સામગ્રી શુભ પ્રતીક વગેરે ખરીદવાથી ઘરમાં બરકત રહે છે. આજના દિવસે પન્ના, હીરા, પુખરાજ, નીલમ, મોતી વગેરે રત્ન ખરીદવાથી આ ભવિષ્યમાં મોટું લાભ આપે છે. 
 
3. આ શુભ યોગમાં બે કે ચાર પેંડાવાળા વાહન ખરીદી શકાય છે. આ દિવસે ખરીદેલ વાહન લાંબા સમય સુધી ચાલે છે. તે તેમની સાથે બીજા શુભ સંયોગ પણ લઈને આવે છે. 
 
4. આ ખાસ યોગમાં મકાન, પ્લાટ અને ફ્લેટ ખરીદવું પણ શુભ હોય છે. તેનાથી સ્થાયી સંપત્તિમાં ચાર ગણી વૃદ્ધિ હોય છે. 
 
5. આ યોગમાં પીતળ, તાંબા કે કાંસાના વાસણની ખરીદી કરવી પણ શુભ હોય છે. 
 
6. ધન નિવેશ કરવા માટે પુષ્ય નક્ષત્રના દિવસ ખૂબ શુભ છે. 
 
7. આ યોગમાં દિવાળી માટે ઘરની સજાવટ અને બીજા ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદવાથી પરિવારમાં અનૂકૂળતા આવે છે. મંગળ યોગ નિર્મિત હોય છે. 
આગળનો લેખ
Dhanteras 2021 - આ રીતે કરવું ધનતેરસ પર પૂજા, ધનલક્ષ્મી પ્રસન્ન થઈને આપશે આશીર્વાદ