સંબંધિત સમાચાર
- Budget 2020 Live Updates: ભારતીય રેલ્વે, પીપીપી મોડેલથી ખેડૂત રેલની સ્થાપના કરશે
- અમૂલ ડેરીના ૭૪મા સ્થાપના દિવસ અને ૧૪૪મી સરદાર પટેલ જયંતિની ઉજવણી કરાઇ
- Happy Navratri 2019 - નવરાત્રીના પ્રથમ દિવસે કળશ સ્થાપના કરવાનુ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
- નવરાત્રી ક્યારે ? જાણો નવરાત્રિ ઘટ સ્થાપના મુહુર્ત
- Navratri 2019 kalash Sthapna muhurat : આ શારદીય નવરાત્રિમાં ક્યારે કરશો ઘટસ્થાપના, જાણો શુભ મુહુર્ત
"હેપ્પી બર્થ-ડે અમદાવાદ", અમદાવાદની 609 વર્ષ પહેલાં સ્થાપના થઈ હતી
આજે અમદાવાદનો 609મો સ્થાપના દિવસ છે. આજથી ઠીક 609 વર્ષ પહેલા અહેમદ શાહે અમદાવાદની સ્થાપના કરી હતી. ત્યારે અમદાવાદના સ્થાપના દિનને નિમીતે મેયર અને ઉચ્ચ હોદ્દેદારો નિરાધાર બાળકો સાથે ઉજવણી કરશે. આટલા વર્ષો બાદ પણ આજે અમદાવાદનો ઈતિહાસ તમને ધબકતો જોવા મળે છે. આધુનિકતા તરફ વળેલા અમદાવાદના કેટલાક અંશો અને કેટલાક વિસ્તારો એવા છે જ્યાં આજે પણ આપને પહેલાના ઈતિહાસની ઝાંખી જોવા મળે છે.
ઈ.સ 1411માં જયારે અહેમદ શાહ દ્વારા અમદાવાદની સ્થાપના થઇ તે પહેલા અમદાવાદ કર્ણાવતીના નામે ઓળખાતું હતું. કર્ણરાજાએ પતન પછીનું પાટનગર કર્ણાવતી બનાવ્યું અને જે બાદ આ જ કર્ણાવતીને અહેમદ શાહે અમદાવાદમાં બનાવ્યું. હાર બાદ કર્ણરાજાએ સરળતાથી વેપાર થઈ શકે તે હેતુંથી કર્ણાવતીને પાટનગર બનાવ્યું હતું. પ્રાચીન મંદિરો ઈમારતો અનેક સ્થાપત્યો જે અમદાવાદના ઈતિહાસ સાથે હજુ પણ જોડાયેલા છે. અમદાવાદની સ્થાપના થઈ તે સમયે એક અલગ અમદાવાદ જોવા મળી રહ્યું હતું. જ્યારે હાલમાં આધુનિક બનેલા અમદાવાદમાં આજે પણ કેટલાક ગામો અને વિસ્તારો એવા છે જ્યાં તમને પહેલાનું અમદાવાદ જોવા મળી શકે છે. પહેલાની કેટલીક પ્રતિકૃતિ આજે પણ મ્યુઝિયમમાં મુકેલી જોવા મળી રહી છે.