સંબંધિત સમાચાર
- પવિત્ર યાત્રાધામ સોમનાથ સ્વચ્છ આઇકોનીક પ્લેસ જાહેર થયું
- વડોદરામાં વિધર્મિ યુવકે કિશોરીનો બનાવ્યો વીડિયો, બ્લેકમેલ કરી આચર્યુ દુષ્કર્મ
- સુરત: ગણેશ પંડાલમાં ખુલ્લેઆમ પીવાયો દારૂ, બાદમાં હિન્દી ગીતો પર ઝૂમ્યા યુવાનો
- સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે ગુજરાત સરકારે ફૂંકેલા બણગા પોકળ સાબિત થયાં
- અભ્યાસ અર્થે કેનેડા ગયેલા ભરૂચનાં ત્રણ વિદ્યાર્થીનાં કાર અકસ્માતમાં મોત
અમિત શાહે કહ્યું કાશ્મીરમાં કોઈની જમીન છીનવાશે નહીં
જમ્મુ કાશ્મીરના સરકારી કર્મચારીઓ, સામાજિક કાર્યકરો અને વિવિધ ગામોના સરપંચ સાથે ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે મુલાકાત કરી.
ધ હિન્દુના અહેવાલ મુજબ તેમણે આશ્વાસન આપ્યું છે કે ઉદ્યોગો, હૉસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ બનાવવા માટે સરકારી જમીનનો જ ઉપયોગ થશે. બીજા કોઈની જમીન છીનવાશે નહીં.
તેમણે એમ પણ કહ્યું છે કે આવનારા 20 થી 25 દિવસમાં ટેલિફોન અને મોબાઇલ સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે.
આ આગેવાનોએ જણાવ્યું કે તેમની ગૃહ મંત્રી સાથેની બેઠક લગભગ 40 મિનિટ સુધી ચાલી. તેમણે સુરક્ષા, વેપાર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી. અમિત શાહે તેમને આશ્વાસન આપ્યું હતું કે તેઓ કાશ્મીરને એવો પ્રદેશ બનાવવા માગે છે જ્યાં એક પણ વ્યક્તિને સુરક્ષાની જરૂર પડે નહીં.
