વડોદરામાં વિધર્મિ યુવકે કિશોરીનો બનાવ્યો વીડિયો, બ્લેકમેલ કરી આચર્યુ દુષ્કર્મ

Last Modified મંગળવાર, 3 સપ્ટેમ્બર 2019 (19:03 IST)
વડોદરા: રાજ્યમાંથી અવારનવાર યુવતીઓના વીડિયો બનાવી તેમની સાથે દુષ્કર્મ આચર્યાની ઘટનાઓ સામે આવીત હોય છે. ત્યારે સુરતના મકરપુરા વિસ્તારમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક વિધર્મિ સ્કૂલ વાનના ચાલેક કિશોરીને પ્રેમજાળમાં ફસાવી તેનો કિસ વીડિયો ઉતાર્યો હતો અને ત્યારબાદ બ્લેકમેલ કરી તેની સાથે વાંરવાર દુષ્કર્મ આચરતો હતો. જો કે, આ બનાવની જાણ કિશોરીની માતાને થતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તે વિધર્મિ યુવકની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિત અનુસાર, સુરતના મકરપુરા પોલીસ સ્ટેશનમાં 17 વર્ષની એક કિશોરીની માતાએ ફરિયાદ નોંધાવી છે કે, બે વર્ષ પહેતા તેની દીકરી ધોરણ 11માં અભ્યાસ કરી રહી હતી અને રોજ ચાલીને ઘરેથી તે સ્કૂલે જતી હતી. તે દરમિયાન ઓએનજીસીમાં સ્કૂલવાન ચાલક તરીકે કામ કરતા મોઇન ચૌહાણ નામના યુવક રોજ મારી દીકરીની સામે ગાડી લાવીને ઉભો રહી જતો હતો. તો ક્યારેક તેને પાછળથી ગાડીનું હોર્ન મારીને હેરાન કરતો હતો.
એક દિવસ તેણે મારી દીકરીને પ્રેમ કરતો હોવાનું જણાવ્યું અને કહ્યું હતું કે, જો તુ મારી સાથે વાત નહીં કરે તો હું દવા પીને મરી જઇશ. આવી ધમકી આપી તેણે મારી દીકરીને ફસાવી હતી. બાદમાં એક દિવસ તેણે મારી દિકરીને જબરજસ્તી કારમાં બેસાડીને અવાવરુ જગ્યાએ લઇ ગયો અન ત્યાં જઇને તેણે મારી દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આ અંગે કિશોરીની માતાએ વધુમાં જણાવ્યું હતું કે, એક દિવસ તે મારી દિકરીને કમાટીબાગ લઇ ગયો હતો, જ્યાં તેણે ચુંબન કરતો વીડિયો લીધો બનાવ્યો હતો.
ત્યારબાદથી આ યુવક આ વીડિયોને લઈને તે વારંવાર કિશોરીને બ્લેકમેલ કતો હતો. આ બાદ કિશોરીના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોઁધાવી હતી. જેના બાદ પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટીનો ગુનો નોંધી મોઈન ચૌહાણની ધરપકડ કરી હતી. મોઈન અજીત ચૌહાણ તરસાલી વિસ્તારના ચોરાવાળા ફળિયામાં રહે છે.


આ પણ વાંચો :