સંબંધિત સમાચાર
- રાજ્યના 4 મહાનગરમાં 3 મે સુધી દુકાનો બંધ રહેશે: મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર
- શું 3 મે પછી લોકડાઉન થશે? કેન્દ્ર કઈક બદલાયેલા સ્વરૂપમાં ફરી વધારી શકે છે Lockdown
- મનની વાતમાં પીએમ મોદીએ કહ્યું કે, જનતા કોરોના સામે ખરી લડત લડી રહી છે
- Corona Updates- વિશ્વભરમાં કોરોનાથી 2 લાખથી વધારે લોકોની મોત
- દેશમાં કોરોના કેસ વધીને 26,496 થયા, અત્યાર સુધીમાં 800 થી વધુ લોકો મૃત્યુ પામ્યા
કોવિડ-19નું સંક્રમણ દુનિયાભરમાં સતત ફેલાઈ રહ્યું છે, પરંતુ એક એવો દેશ પણ છે જ્યાં તેની નામમાત્રની અસર વર્તાઈ રહી છે.
આ દેશ વિયેતનામ છે. તેની સીમા એ ચીન સાથે જોડાયેલી છે, જ્યાંથી આ મહામારીની શરૂઆત થઈ હતી. વિયેતનામની વસતી પણ 9.7 કરોડ આસપાસ છે.
પરંતુ 23 એપ્રિલ સુધી આ દેશમાં કોવિડ-19ના સંક્રમણના માંડ 268 કેસ સામે આવ્યા છે.
એટલું જ નહીં અત્યાર સુધીમાં વિયેતનામમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ કોવિડ-19થી થયું નથી.
શરૂઆતમાં કોરોના વાઇર સામે વિયેતનામે પોતાના લોકોને જાગરૂક કરીને આ મહામારી સામે એક રીતે યુદ્ધસ્તરની તૈયારી કરી હતી, પરંતુ હવે અહીં પ્રતિબંધ હઠાવાઈ રહ્યા છે અને સ્કૂલો ફરીથી ખોલવાની પરવાનગી અપાઈ છે.
એવામાં સવાલ એ થાય કે વિયેતનામે એવું શું-શું કર્યું છે કે અન્ય દેશો પણ તેને મૉડલના રૂપમાં અપનાવી શકે.