મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 26 એપ્રિલ 2020 (15:04 IST)

રાજ્યના 4 મહાનગરમાં 3 મે સુધી દુકાનો બંધ રહેશે: મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર

ગુજરાતમાં શનિવારે 256 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે અને આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો કુલ 3071 પર પહોંચ્યો છે. તેમજ 6 દર્દીના મૃત્યુ નોંધાતા  કુલ મૃત્યુઆંક 133 થયો છે. જ્યારે 17 લોકો સાજા થતા કુલ 282 લોકોએ કોરોના સામે જંગ જીતી લીધો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, મહાનગરોમાં 3 મે સુધી દુકાનો ચાલુ કરવાની મંજૂરી નથી. આ અંગે સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેવાયો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દુકાનો બંધ રહેશે. જો કે આવશ્યક ચીજ વસ્તુની દુકાનો ખોલી શકાશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ, બ્યૂટી પાર્લર્સ અને પાનમસાલાની દુકાનોને પણ મંજૂરી આપવામાં આવી નથી. કેન્દ્રીય ગૃહ વિભાગની ગાઈડલાઈન પ્રમાણે રાજ્ય સરકારે નાના-મોટા દુકાનદારો માટે એક મોટી રાહત આપી છે. જે અનુસાર આજથી રાજ્યમાં મોલ તેમજ કોમ્પ્લેક્ષ સિવાય અન્ય નાના કેટલાક દુકાનદારોને વેપાર શરૂ કરવાની શરતી છૂટછાટ આપવામાં છે. જેથી આજે વહેલી સવારથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં દુકાનો ખુલી ગઈ છે. જોકે સરકાર સ્પષ્ટ સૂચના આપી છે કે જે પણ વેપારીઓને દુકાન ખોલવાની છૂટ મળી છે. ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગની જવાબદારૂ દુકાનદારની રહેશે. જો તેનું યોગ્ય પાલન નહીં થાય તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.