સંબંધિત સમાચાર
- ટ્રક માલિકે ઓવરલોડિંગ ભારે પડ્યુ, કપાયુ 1.14 લાખ રૂપિયાના દંડ આપવું પડ્યું
- નાણાં પ્રધાન નિર્મલા સીતારામ જણાવ્યું શા માટે ઑટો સેક્ટરમાં મંદી છે
- ત્રાસવાદી હૂમલાની દહેશત વચ્ચે હળવદમાં શંકાસ્પદ પેરાશૂટ સહિત સર્કિટ તેમજ કેમેરો મળ્યાં
- સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જૂની ટેન્ટ સિટી તોડીને VVIP મહેમાનો માટે ખાસ ટેન્ટ ઉભા કરાયા
- વડતાલ મંદિરના ત્રણ સ્વામી વિરુદ્ધ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ
કરબલા : ઇરાકમાં મોહરમના જુલૂસમાં નાસભાગ, 31 લોકોનાં મૃત્યુ, અનેક ઘાયલ
ઇરાકી અધિકારીઓનું કહેવું છે કે મોહરમ નિમિત્તે નીકળેલા જુલૂસમાં નાસભાગ થવાથી ઓછામાં ઓછા 31નાં મૃત્યુ થયા છે.
ઇરાકના આરોગ્ય વિભાગના પ્રવક્તાએ કહ્યું કે આ નાસભાગમાં 100થી વધારે લોકો ઘાયલ થયા છે.
મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધી શકે છે એમ પણ તેમણે કહ્યું છે.
મોહરમ નિમિત્તે શિયા અને સુન્ની સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર હતા, ત્યારે આ નાસભાગ થઈ.
અહેવાલ મુજબ આશુરા એટલે કે મોહરમ-મહિનામાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા.
આ ભીડમાં એક વ્યકિતને ઠોકર વાગી અને પછી નાસભાગ મચી ગઈ.
ઈસ્લામ ધર્મના પયગંબર મહોમ્મદના નવાસા ઇમામ હુસેનની શહીદીની યાદમાં મહોરમ મનાવવામાં આવે છે.
7મી સદીમાં કરબલાના મેદાનમાં ઇમામ હુસેન અને તેમના 72 પરિવારજનોનું એ સમયના શાસક યઝદની સેના સાથે યુદ્ધ થયું હતું.