સોમવાર, 3 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By રીઝનલ ન્યુઝ|
Last Modified: મંગળવાર, 10 સપ્ટેમ્બર 2019 (14:11 IST)

વડતાલ મંદિરના ત્રણ સ્વામી વિરુદ્ધ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ

vadtal swaminarayana temple
વડતાલ સ્વામિનારાણય મંદિર ફરી એક વાર વિવાદમાં આવ્યું છે. વડતાલ સ્વામીનારાયણ મંદિરના સ્વામીએ પાઠશાળમાં અભ્યાસ કરી રહેલા 15 વર્ષીય બાળક પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ભોગ બનનાર બાળકના પિતાએ મંદિરના ત્રણ સ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવી છે. 

વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી સામે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાના આરોપ સાથે પોલીસ ફરીયાદ કરવામાં આવી છે. સુવ્રત સ્વામી ગુરુ ભક્તિ સંભવ સ્વામી સહિત ત્રણ સ્વામી સામે ગુનો દાખલ કરવામાં આવી છે. ફરિયાદીના પંદર વર્ષીય પુત્રને જુદી જુદી જગ્યા પર લઈ જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનો આરોપ લગાવામાં આવ્યો છે.
 
ફરિયાદીના 15 વર્ષીય પુત્રને તેમજ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપવા આવી છે. ફરિયાદીનો 15 વર્ષીય પુત્ર સુવ્રત સ્વામી ગુરુ ભક્તિ સંભવ સ્વામી પાસે પાર્ષદ તરીકે રહેતો હતો. અને સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતો હતો. મુખ્ય આરોપી તરીકે સુવ્રત સ્વામી તેમજ અન્ય બે આરોપીમાં મંદિરના ચેરમેન દેવ પ્રકાશ સ્વામી અને કોઠારી સંત વલ્લભ સ્વામીના નામનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.