ભુપેન્દ્રસિંહ હાઈકોર્ટમાં હાજર થયા અને વારંવાર ‘માફી’ માંગી

Last Modified મંગળવાર, 10 સપ્ટેમ્બર 2019 (13:23 IST)

ચૂંટણી વિવાદમાં ફસાયેલા રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ જાડેજાએ ગુજરાત હાઈકોર્ટમાં તેમની સામે ચાલી રહેલા આ કેસ સુપ્રીમમાં કરેલી અરજીમાં હાઈકોર્ટમાં ચાલતી કાર્યવાહી અંગે જે વિધાનો તેમના સોગંદનામામાં કર્યા હતા તે બદલ આજે હાઈકોર્ટમાં ઉપસ્થિત થઈને માફી માંગી લીધી હતી. શિક્ષણમંત્રીએ તેમની સામેનો આ કેસ ફગાવી દેવા માટે સુપ્રીમમાં અરજી કરી તે સમયે તેઓને હાઈકોર્ટ બિનજરૂરી દરમ્યાનગીરી કરે છે તેવા આક્ષેપ કર્યા હતા. જેની હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી. ચુડાસમાએ પોતે ભુલ કરી છે તે સ્વીકારીને માફી માંગી હતી.

જો કે હાઈકોર્ટે કહ્યું કે તમો માફી માંગો એ આ કોર્ટ માટે જરૂરી નથી. તમારે જે કહેવું હોય તે કહી શકો છો તે તમારો અધિકાર છે. તમારે જવાબ ન આપવા હોય તો ન આપો પણ માફી માંગવાની જરૂર નથી. બાદમાં તેઓને અરજદાર અશ્ર્વીન રાઠોડના ધારાશાસ્ત્રી છે. કઈ ભાષામાં જવાબ આપશો તેવું કહેતા ચુડાસમાએ તેઓ ગુજરાતીમાં જવાબ આપશે તેવું કહ્યું. તેઓએ સ્વીકાર્યુ કે સુપ્રીમ કોર્ટમાં જે અરજી કરી તે બદલ ક્ષોભ અનુભવુ છું. જો કે અદાલતે તેના પર વધુ ધ્યાન આપ્યા વગર જ કાર્યવાહી આગળ ધપાવી હતી.


આ પણ વાંચો :