1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ

દિયાના સ્ટંટ

દિયા
IFM
જોવા જઈએ તો દિયા મિર્જાનુ કેરિયર હજુ ચાલી રહ્યુ છે. તેની કોઈને કોઈ ફિલ્મ આવતી રહે છે, ભલે એ કોઈ સુપરહિટ ફિલ્મ ન હોય. ફિલ્મોમાં હીરોઈનનો રોલ ભજવ્યા પછી દિયા હવે પોતાની આગામી ફિલ્મ 'એસિડ ફેક્ટરી'માં થોડો જુદા પ્રકારનો રોલ ભજવશે. આ પાત્ર છે એક ખરાબ છોકરીનુ. દીયાએ આ ચરિત્ર ભજવ્યુ જ નથી પરંતુ તેને વધુ સારી રીતે ભજવવા માટે ફિલ્મમાં સ્ટંટ પણ કર્યા છે. સ્ટંટ કરવા માટે તેણે કાયદેસર ટ્રેનિંગ લીધી, અને પછી એ દ્રશ્યો કરી બતાવ્યા.

થોડા દિવસોથી યુવતીઓ દ્વારા સ્ટંટ કરવાની પ્રથા ચાલી નીકળી છે, તેથી દિયાએ વિચાર્યુ કે એ કેમ પાછળ રહે. તેણે કહ્યુ કે આ ફિલ્મમાં તેનુ પાત્ર નકારાત્મક હોવાથી થોડા સ્ટંટ દ્રશ્યો કરવા જરૂરી હતા.

આ દ્રશ્યોને વધુ જીવંત બનાવવા માટે તેણે એક્શન કો-ઓર્ડીનેટર ટીનૂ વર્મા પાસેથી ટ્રેનિંગ લીધી. આ ટ્રેનિગ 15 દિવસની હતી. દિયાએ આને સારી રીતે શીખીને કેમેરા સામે તેની નકલ કરી નાખી. હવે તેણે કેવી નકલ કરી છે એ તો આ ફિલ્મ જોયા પછી જ ખબર પડશે.
About Writer
વેબ દુનિયા