1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
  4. પાઉલી દામ 'હેટ સ્ટોરી'માં

પાઉલી દામના ''હેટ સ્ટોરી''માં બોલ્ડ સીન (જુઓ ફોટા)

પાઉલી દામ
સામાન્ય રીતે બોલ્ડ સીન બનાવતી વખતે સેટ પર ખૂબ જ ઓછા લોકોને રાખવામાં આવે છે. કૈમરામેન, નિર્દેશક ઉપરાંત બે-ચાર લોકો જ રહે છે. જેથી હીરોઈન સહજતા અનુભવે. હેટ સ્ટોઈના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ પણ આ વાતનું ધ્યાન રાખતા સીન બનાવતા પહેલા એ જ લોકોને સેટ પર આવવાનું કહ્યુ જેમની જરૂર હતી.


બધી તૈયારી કર્યા પછી જ હીરોઈન પાઉલી દામને બોલાવવામાં આવી. ફિલ્મમાં કિસિંગ અને લવ મેકિંગના ઘણા દ્રશ્ય છે. પાઉલીએ એકાદ બે શોટ કર્યા પછી કહ્યુ કે તે ઓછા લોકોમાં સહજ નથી અનુભવી રહી, તેની ઈચ્છા છે કે યૂનિટના બધા મેમ્બર્સને બોલાવવામાં આવે. પાઉલીના મોઢેથી આવી વાત સાંભળીને વિવેકને વિશ્વાસ ન થયો કે પાઉલી શુ કહી રહી છે. પાઉલી કહ્યુ કે બધા લોકો હાજર રહેશે તો તેને લાગશે એક સામાન્ય શોટ જ ફિલ્માવવામાં આવી રહ્યો છે અને તે વધુ સહજ રહેશે. પાઉલીની વાત માનતા બધા લોકોના સામે ગરમા-ગરમ દ્રશ્યોનું શૂટિંગ કરવામાં આવ્યુ.



પાઉલીને હોટ સીન કરવામાં કોઈ વાંધો નથી. આ બંગાળી અભિનેત્રીએ બંગલા ફિલ્મોમાં ઘણા શોટ્સ આપ્યા છે અને બોલીવુડમાં તેણે નવી સનસની માનવામાં આવી રહી છે. 'હેટ સ્ટોરી' એક ઈરોટિક થ્રિલર મૂવી છે. ફિલ્મ સાથે જોડાયેલા લોકોનું કહેવુ છે આ ખૂબ જ બોલ્ડ મૂવી છે અને ભારતમાં આ પ્રકારની ઈરોટિક ફિલ્મો વધુ નથી બની. વિક્રમ ભટ્ટ દ્વારા નિર્મિત 'હેટ સ્ટોરી' 20 એપ્રિલના રોજ રજૂ થઈ રહી છે.