સંબંધિત સમાચાર
- Union Cabinet Meeting Updates: સરકારી શાળામાં જનારા બાળકોને 5 વર્ષ સુધી બપોરનુ ભોજન FREE માં મળશે
- ગુજરાતી જોક્સ- મસ્ત મજાન જોક્સ
- World Heart day-Video હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શરીરની બહાર હૃદય સાથે બાળકનો જન્મ
- બાળકો માટે જલ્દી જ આવશે રસી- 02 વર્ષથી ઉપરના બાળકોને મળશે
- Child care Sleeping- આ નાના ઉપાયોથી તમારું બાળક મીઠી ઉંઘમાં ઉંઘશે
બાળકની નજર ઉતારવાનો સચોટ પ્રયોગ
વેબદુનિયા - અનેક ભારતીય સમૂદાયોમાં મેલીવિદ્યા પ્રત્યે જબરદસ્ત વિશ્વાસ છે. તેઓનું માનવુ છે કે, કોઈપણ વ્યક્તિ ઉપર મેલી નજરની આડઅસર થઈ શકે છે. આવી પરિસ્થીતીમાં ભોગ બનનારાને અણધારી મુસીબતોનો સામનો કરવો પડે છે. ઘરમાં અચાનક કોઈ બિમાર પડે અથવા તેને બેચેનીનો અહેસાસ થતો હોય તેવા સંજોગોમાં ઘરડાઓ તેને નજર લાગી હોવાનું જણાવતા હોય છે અને નજર ઉતારવાનાં કિમીયા કરતા હોય છે. આ બાબત આપણે પણ ચોક્કસ અનુભવી હશે..પરંતુ, સાત્વિક રીતે નજર ઉતારવાની એક તરકીબ અત્રે પ્રસ્તુત કરી છે. જેમાં ભગવતી ગાયત્રી માતાની સાધના કરીને મંત્ર સિધ્ધ કર્યા બાદ મોરનાં પીંછાને વ્યક્તિનાં શરીર ઉપર ફરાવવાથી તેને લાગેલી નજર ઉતરી જશે. નજર ઉતારવાનો મંત્ર નીચે મુજબ છે..
ॐ नमो सत्य नाम आदेशगुरु को, ॐ नमो नजर जहां पर पीर न जानी, बोले छल सो अमरत बानी, कहो नजर कहां ते आई, यहां की ठौर तोहि कौन बताई, कौन जात तेरा कहां ठाम, किसकी बेटी कह तेरो नाम, कहां से उड़ी कहां को जाय, अब ही बस कर ले तेरी माया, मेरी बात सुनो चित लाए, जैसी होय सुनाऊं आय, तेलिन तमोलिन चुहड़ी चमारी, कायस्थनी खतरानी कुम्हारी, महतरानी राजा की रानी, जाको दोष ताहि को सिर पड़े, जहार पीर नजर से रक्षा करे, मेरी भक्ति गुरु की शक्ति
फुरो मंत्र ईश्वरो वाचा।
ઉપરોક્ત મંત્રનો જાપ કર્યા બાદ મોરપીચ્છને બાળકનાં માથાનાં વાળથી પગનાં નખ સુધી ફરાવવામાં આવે તો તેને લાગેલી નજર ઉતરી જશે અને તે પુનઃ સ્વસ્થ થઈ જશે.