ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (12:00 IST)

બાળકો માટે જલ્દી જ આવશે રસી- 02 વર્ષથી ઉપરના બાળકોને મળશે

કોરોનાની બીજી લહેર મંદ પડ્યા બાદ વિવિધ રાજ્યોમાં સ્કુલો ખોલવામાં આવી રહી છે, જો કે વાલીઓ તેમના સંતાનોને સ્કુલે મોકલવા  હાલ તૈયાર નથી, તેનું મુખ્ય કારણ દેશમાં બાળકો  માટે એન્ટી કોરોના રસી નહીં હોવાનો છે. હાલ દેશમાં કોરોના સંક્રમણથી બચાવતી એક પણ રસી ઉપલબ્ધ નથી
 
એઇમ્સનાં ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે સપ્ટેમ્બરનાં અંત સુધીમાં કોરોના વેક્સિન મળી જશે, કોવૈક્સિનનાં બાળકો પર થઇ રહેલા ક્લિનિકલ ટ્રાયલનાં શરૂઆતનો ડેટા ઘણો ઉત્સાહવર્ધક છે,
 
ઝાયડસ કેડિલાની જે વેક્સિન આવી છે જેને ઈમર્જન્સી યૂઝ માટે મંજૂરી આપવામાં આવી છે તે 12 વર્ષથી ઉપરના લોકોને લગાડવાાં આવશે. ભારત બાયોટેકને રિસર્ચની પરમિશન આપવામાં આવી છે, એમાં 2 વર્ષથી ઉપરના બાળકોને આપવામાં આવશે. આમ જલ્દી દેશમાં સ્વદેશી રસી મળી શકે છે.
 
ભારત બાયોટેકને રિસર્ચની મંજૂરી 02 વર્ષથી ઉપરના બાળકોને મળશે
થર્ડ વેવની તૈયારી અંગે મનસુખ માંડવિયાએ જણાવ્યું કે દેશમાં ઝાયડસ કેડિલાની જે વેક્સિન છે તે 12 વર્ષથી ઉપરના બાળકો માટે વપરાશમાં આવશે જ્યારે ભારત બાયોટેકને જ 02 વર્ષથી ઉપરના બાળકો માટેની રસીના સંસોધનની મંજૂરી આપવામાં આવી છે. આ રસીના ત્રીજા ટ્રાયલ માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. આશા છે જલદી દેશમાં જ 02 વર્ષથી ઉપરના બાળકો માટેની વેક્સીન ઉપલબ્ધ થઈ જશે અને તે પણ સ્વદેશી રસી હશે.