વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત
ડેનમાર્કની મુખ્ય ફાર્મા કંપની Novo Nordisk એ શુક્રવારે ભારતમાં પોતાની લોકપ્રિય દવા ઓજેમ્પિક (સેમાગ્લૂટાઈડ ઈંજેક્શન) લૉંચ કરવામાં આવી છે. આ દવા મુખ્ય રૂપથી ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે છે. પણ વિશ્વ સ્તર પર તેનુ વજન ઘટાડવાના લાભોને કારણે આ ખૂબ ફેમસ થઈ ચુકી છે.
Ozempic હવે ભારતમાં 0.25 mg, 0.50 mg અને 1 mg ની ડોઝમાં ફ્લેક્સટચ પેન ના રૂપમાં ઉપલબ્ધ છે. આ એક સહેલા ઉપયોગવાળી પેન ડિવાઈસ છે જેને અઠવાડિયામાં ફક્ત એકવાર ઉપયોગ કરવાની હોય છે. શરૂઆતનો ડોઝ (0.25 mg)ની કિમંત દર અઠવાડિયે લગભગ રૂ. 2,200 રાખવામાં આવી છે. કંપનીના મુજબ આ દવા ખોરાક અને વ્યાયામ સાથે અનિયંત્રિત રૂપે ટાઈપ 2 ડાયાબિટીસવાળા વયસ્કો માટે નક્કી કરવામાં આવે છે.
કેટલા ડોઝ અને કેટલી કિમંત ?
કંપનીએ જણાવ્યુ કે દવા ત્રણ પ્રકારના ડોઝમાં મળશે
0.25 mg- 8800 રૂપિયા
0.5 mg- 10,170 રૂપિયા
1 mg- 11,175 રૂપિયા
દરેક પેનમાં ચાર અઠવાડિયા એટલે ચાર ઈંજેક્શન હોય છે. આ પેન “Novofine Needles” ની સાથે આવે છે, જેને કારણે ઈંજેક્શન આપતા દુખાવો થતો નથી
"ઓઝેમ્પિક સાથે, અમારું લક્ષ્ય ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓને એક નવીન અને સુલભ સારવાર પૂરી પાડવાનું છે. આ દવા નોંધપાત્ર વજન વ્યવસ્થાપન, લાંબા ગાળાના હૃદય અને કિડની રક્ષણ, તેમજ સુધારેલ ગ્લાયકેમિક નિયંત્રણ પ્રદાન કરે છે," નોવો નોર્ડિસ્ક ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર વિક્રાંત શ્રોત્રિયએ જણાવ્યું. તેમણે ભાર મૂક્યો કે ઓઝેમ્પિકનું વેચાણ ભારતમાં ફક્ત ટાઇપ 2 ડાયાબિટીસની સારવાર તરીકે થઈ રહ્યું છે.
શ્રોત્રિયે કિંમત અંગે બોલતા, જણાવ્યું હતું કે કંપનીએ ભારતમાં તેના ઉત્પાદનની સમજી વિચારીને કિંમત નક્કી કરી છે, જે વૈશ્વિક બજારોની તુલનામાં ખૂબ સ્પર્ધાત્મક છે. ઉચ્ચ માત્રામાં વજન ઘટાડવાની દવા (2.4 мг સેમાગ્લુટાઇડ) વેગોવી ભારતમાં પહેલેથી જ ઉપલબ્ધ છે, પરંતુ તેનું વિતરણ એમક્યુર ફાર્મા સાથે ભાગીદારીમાં કરવામાં આવે છે. ભારતમાં વધતા ડાયાબિટીસની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ લોન્ચિંગ મહત્વપૂર્ણ છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના અંદાજ મુજબ, ભારતમાં આશરે 10.1 કરોડ લોકો ડાયાબિટીસથી પીડાય છે, જે ચીન પછી દુનિયામાં બીજી સૌથી મોટી સંખ્યા છે. વધુમાં, 13.6 કરોડ લોકો પ્રી-ડાયાબિટીસ અને 25.4 કરોડ લોકો સામાન્ય જાડાપણાનો સામનો કરી રહ્યા છે.