1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
  4. Audichya Brahmo Samaj boycotts Kinjal Daves family

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

kinjal dave
kinjal dave
ગુજરાતની જાણીતી ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જે બાદ કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની બેઠક મળી હતી. આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દ બ્રહ્મ સમાજે કિંજલ દવેના પરિવારનો વિરોધ કર્યો છે. અને કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો સમાજે નિર્ણય લીધો હતો. જે બાદ કિંજલ દવેઓ મૌન તોડ્યું છે.
 
"મને અઢારેય વરણના લોકોનો પ્રેમ અને સહકાર મળ્યો છે"
કિંજલ દવેએ વધુમાં જણાવ્યું છે કે, "હું અહીં સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજુ બ્રહ્મ શક્તિઓ છે - બ્રહ્મ સમાજના લોકો છે એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે. મારી આ જર્નીમાં એમનો ફાળો છે અને હું તો નસીબદાર છું કે મને અઢારેય વરણના લોકોનો પ્રેમ અને સહકાર મળ્યો છે. મારો પરિવાર તો ઢાલની જેમ છે અને મારા પિતા પણ છે. પરંતુ કહેવાતા સભ્ય અને મોર્ડન સમાજમાં જ્યારે બે ચાર અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટે નિયમો નક્કી કરશે કે દીકરીઓની લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ. દીકરીઓને ઉડવા માટે પાંખો મળી છે, તેને વીંઝવાની અને કાપવાની આ વાતો છે. દીકરીઓ આજે તેજસ જેવા પ્લેન ઉડાવી રહી છે, રણમેદાનમાં યુદ્ધ કરી રહી છે, સંસદમાં છે, વિજ્ઞાન-ટેક્નોલોજીમાં છે. ઓપરેશન સિંધુ થયું તેમાં બે દીકરીઓએ નેતૃત્વ લઈને આખા દેશને ગૌરવ અપાવ્યું. ત્યારે શું બે ચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરી તેનો લાઈફપાર્ટનર નક્કી કરવાનો હક નથી."
સિંગર કિજલ દવેએ તા. 6 ડિસેમ્બર 2025 ના રોજ એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જે બાદ આજે કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બહ્મ સમાજની બેઠક મળી હતી. જેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.  કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો સમાજે નિર્ણય લીધો હતો.
આગળનો લેખ
ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો