1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતીમાંં રેસીપી
  3. શાકાહારી વ્યંજન
  4. poha recipe

સવારના નાસ્તા માટે વેજીટેબલ પોહા સૌથી બેસ્ટ નાશ્તો

Indori poha

સામગ્રી:

જાડા પોહા – 2 કપ
ડુંગળી – 1 સમારેલી
બટાકો – 1 નાનો, સમારેલો
લીલા વટાણા – ½ કપ
લીલું મરચું – 1-2
રાઈ – ½ ચમચી
જીરું – ½ ચમચી
હળદર – ¼ ચમચી
ખાંડ – ½ ચમચી
મીઠું – સ્વાદ મુજબ
લીંબુનો રસ – 1 ચમચી
તેલ – 1½ ચમચી
કોથમીર – સજાવટ માટે
સીંગદાણા – 2 ચમચી

બનાવવાની રીત:

પોહાને ચાળણીમાં લઈને પાણીથી હળવેથી ધોઈ લો. તેમાં થોડું મીઠું અને હળદર મિક્સ કરીને 5-10 મિનિટ માટે રાખો.
કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું ઉમેરો.
હવે સીંગદાણા, લીલા મરચાં અને બટાકા નાખીને થોડીવાર સાંતળો.
બટાકા થોડા નરમ થાય ત્યારે ડુંગળી અને લીલા વટાણા ઉમેરો.
ડુંગળી પારદર્શક થાય પછી પલાળેલા પોહા અને ખાંડ ઉમેરો.
બધું સારી રીતે મિક્સ કરીને 2-3 મિનિટ ધીમા તાપે પકાવો.
ગેસ બંધ કરીને લીંબુનો રસ અને કોથમીર ઉમેરો.
ગરમાગરમ પોહા ચા અથવા દહીં સાથે સર્વ કરો.
આગળનો લેખ
ફૂડ પોઈઝનિંગને કારણે થતા પેટના દુખાવામાંથી તમે કેવી રીતે રાહત મેળવી શકો? ડોક્ટર પાસેથી જાણો સરળ ઉપાય