સંબંધિત સમાચાર
- ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 108 નવા કેસ, કુલ આંકડો 1851, કુલ 67 લોકોનાં મોત
- ઇન્દોર, મુંબઇ, પુણે, જયપુર, કોલકાતા અને પશ્ચિમ બંગાળમાં કેટલાક સ્થળોએ કોરોનાની સ્થિતિ ગંભીર છે: ગૃહ મંત્રાલય
- કોરોના વાઇરસ : અમદાવાદમાં પૉઝિટિવ કેસ 1100ને પાર કેવી રીતે પહોંચ્યા?
- પેરિસમાં પાણીમાં કોરોના વાયરસ જોવાયું
- Corona Updates India- દેશમાં કોરોના વાયરસના 17,265 પોઝિટિવ કેસ છે, જેમાં અત્યાર સુધીમાં 543 લોકો મૃત્યુ પામ્યા છે
ગુજરાતમાં કોરોના આગામી સમયમાં એના પીક ઉપર પહોંચશે
રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતી રવિએ કહ્યું કે, રાજ્યમાં હાલ સ્થિતિ કાબૂમાં છે, પરંતુ કોરોનાનો પીક હજુ આવ્યો નથી. એ સ્થિતિમાં વધારે લોકો સંક્રમિત થઇ શકે છે. હાલ જે કેસ છે એમાં 80 ટકાને ચિહ્નો નથી, પાંચ ટકા ગંભીર ચિહ્નવાળા છે બાકીનાને થોડોક તાવ, શરદી, ખાંસી જેવા ચિહ્નો હોય છે. પરંતુ આ ચેપ ડાયાબિટીક, હૃદય રોગ, કિડની, શ્વાસ અને અન્ય કોઇ બીમારીવાળા દર્દીઓ માટે મોટાભાગે ઘાતક પુરવાર થતો હોય છે. આપણા મૃત્યુના કિસ્સામાં આ જ કારણ મોટાભાગે જોવા મળ્યું છે. તેમણે કબૂલ્યું કે, ક્લસ્ટર્સમાં સંક્રમણ એડવાન્સ સ્ટેજમાં છે પણ આ વાયરસ આગામી સમયમાં એના પીક ઉપર પહોંચશે ત્યારે સ્થિતિ કેવી હોઇ શકે છે એના માટે આપણે અત્યારથી તૈયારી રાખવી પડે.
